શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નવાવાસ માનકુવાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત પ્રતિષ્ઠા પર્વે વિશ્વશાંતિ મહોત્સવ તારીખ: ૦૧/૦૫/૨૦૨૬ થી ૦૫/૦૫/૨૦૨૬ સુધી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના અધ્યક્ષ પદે ઉજવાશે.
મહોત્સવની રૂપરેખા આપતાં મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથની પારાયણ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણ, વિશ્વશાંતિ નગરયાત્રા, રજત તુલા, દિવ્ય આશિર્વાદ, તદ્ ઉપરાંત રાત્રીના કાર્યક્રમમાં પણ ભક્તિસંગીત, વિવિધ નૃત્યો, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ, મહિલા ઉત્કર્ષ શિબિર, રાસોત્સવ, દિવ્ય અન્નકૂટ, આરતીઓ, પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશિર્વાદ તથા વિવિધ અધ્યાત્મિકસભર કાર્યક્રમો યોજાશે.
વધુમાં જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ સંતવૃંદ સાથે કચ્છ વિસ્તારમાં કારણ સત્સંગ વિચરણ માટે પધારતાં સ્વાગત કરાયું હતું ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ મંદિર, નારણપરના ૬૯ મા પાટોત્સવની ઉજવણી, તથા વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃતિઓ માટે દાન કરાયા હતા, માધાપર મંદિરનો ૭૭ મો પાટોત્સવ તથા સુખપર મંદિરનો ૧૨ મો પાટોત્સવ પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી ઉજવાયા હતા.
આ મહોત્સવમાં ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોના સમૂહે ભાગ લીધો હતો તથા ટ્રસ્ટીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.