USA Fire news | અમેરિકાના લોસ એન્જેલસમાં ભીષણ આગ ભડકી છે જે હવે શહેરો તરફ આગળ વધી રહી છે. આ ભીષણ આગને લીધે અત્યાર સુધી 2 લોકો મૃત્યુ પામી ગયા છે ત્યારે 70000 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આગની લપેટમાં અત્યાર સુધીમાં 1000થી વધુ ઈમારતો આવી ચૂકી છે. લોસ એન્જેલસમાં લાગેલી આ આગની ભયાનક તસવીરો હવે સામે આવવા માંડી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈમારતો આખે આખી સળગી ગઈ છે.
આ જંગલની આગ શમાવવા ઠેર ઠેરથી લાઈબંબાઓ દોડાવવામાં આવ્યા હતા પરંતુ તેમને મોટી મુશ્કેલી તો તે ઉભી થઇ હતી એક જંગલના પ્રમાણમાં સાંકડા માર્ગો ઉપર અનેક લોકો પોતાની મોટરો પડતી મુકી પગપાળા નાસી રહ્યા હતા. તેનું એક કારણ તે પણ હતું કે આગની અસહ્ય ગરમીથી કદાચ મોટરની ટાંકીમાં રહેલું પેટ્રોલ કે ડીઝલ સળગી ઉઠે તો તેવો મોટરમાં ભડથું થઇ જાય. આડેધડ પડેલી આ મોટરો પેલા લાઈબંબાઓનો માર્ગ અવરોધાતી હતી. તેથી ક્રેનો બોલાવી તે મોટરો દૂર કરવી પડી હતી. તેમાંસમયનો ઘણો દુર્વ્યય થયો હતો. દરમિયાન આગ ભભૂકતી ગઈ.
હેલિકોપ્ટર્સથી પાણીનો છંટકાવ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું કારણ કે આગની જ્વાળાઓની ગરમીથી હેલિકોપ્ટર્સમાં રહેલી ટાંકીનું વિશિષ્ટ પેટ્રોલ પણ સળગી ઉઠવાની ભીતિ હતી. છેવટે વિમાન દ્વારા પાણીનો છંટકાવ શરૂ કર્યો પરંતુ તે બહુ કામયાબ નીવડયો નહીં. નામ માત્રની આગ શમાવી શકાઈ.
આ સમયે કેલિફોર્નિયાના ગવર્નર ગેવીન ન્યૂસમ દક્ષિણ કેલિફોર્નિયામાં હતા. તેઓ તુરત જ તે ઘટના સ્થળ તરફ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા હતા. તેમાં X પ્લેટફોર્મ પરના વીડિયોએ દર્શાવ્યું હતું. ચારે તરફ માત્ર ધૂમાડો જ દેખાતા હતા. ઇમર્જન્સી સાયરનો વાગી રહી હતી. તેમાં પણ આ વર્ષે કેલિફોર્નિયામાં વિશેષત: દ.કેલિફોર્નિયામાં વરસાદ ઘણો ઓછો થયો હોવાથી ભૂમિ પણ સુકી ભઠ્ઠ બની રહી છે. લોસ એન્જલસના ફાયર ડીપાર્ટમેન્ટના વડા ક્રીસ્ટીન ક્રાઉલીએ 110 ફાયર એન્જિન્સ કામે લગાડયાં છે. છતાં આશરે 645 ચો.કીમી.માં વ્યાપેલી આગ કાબુમાં કેમ લેવી તે પ્રશ્ન છે. સમગ્ર અભયારણ્ય તો ખતમ થઇ ગયું છે.