વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટેસ્ટ અને વનડે શ્રેણી જીતનારી ભારતીય ટીમને હવે T20 શ્રેણી ગુમાવવી પડી છે. 5 મેચની T20 શ્રેણીમાં ભારતીય ટીમની હાલત ખરાબ થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝે શરૂઆતની બંને મેચો સતત જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. નબળી મનાતી વેસ્ટઇન્ડિઝને પણ દેશની સૌથી મજબૂત ક્રિકેટ બોર્ડની ટીમ હારી ગઇ તે એક શરમજનક કહેવાય હાર પછી ચાહકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આઇપીએલ જેવી મેચમો સારુ પ્રદર્શન કરનાર ટીમ માટે સારુ નથી રમતા તેમ ચાહકો કહી રહ્યા છે ટીમ ના ખેલાડીઓ પર કડકાઇ ભર્યુ વર્તન થવું જ જોઇએ તેવી પણ માંગ હવે થઇ રહી છે.
આ સાથે વેસ્ટ ઈન્ડિઝે વધુ એક અદ્ભુત કામ કર્યું છે. હકીકતમાં, ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર વિન્ડીઝે ભારતીય ટીમને T20 દ્વિપક્ષીય શ્રેણીમાં સતત 2 મેચમાં હરાવ્યું છે. આ પહેલા ભારતીય ટીમ ટી-20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ક્યારેય પણ સતત 2 મેચ હારી નથી.
આ શ્રેણી સુધી, ભારતીય ટીમનો T20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારે હાથ હતો. બંને ટીમો વચ્ચેની છેલ્લી 8 દ્વિપક્ષીય T20 શ્રેણીમાં ભારતીય ટીમે 6માં જીત મેળવી છે, જ્યારે 2માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે 2016 અને 2017માં ભારત સામે સતત 2 શ્રેણી જીતી હતી.
ત્યારથી, ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 5 T20 શ્રેણીમાં સતત હરાવ્યું છે. આ તમામ શ્રેણી દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ભારતને સતત બે મેચમાં ક્યારેય હરાવી શક્યું નથી. આ સફળતા તેને પ્રથમ વખત મળી છે.
તમને જણાવી દઈએ કે 5 મેચની T20 સિરીઝની બીજી મેચ ગયાનામાં રમાઈ હતી, જેમાં 153 રનના લક્ષ્યાંકના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 8 વિકેટે 155 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે નિકોલસ પૂરને 40 બોલમાં સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેમના સિવાય શિમરોન હેટમાયર 22 અને રોવમેન પોવેલે 21 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી કેપ્ટન અને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 35 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 19 રનમાં 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને મુકેશ કુમારને 1-1 સફળતા મળી હતી.