Weather Update : આગામી 7 દિવસ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની અગાહી, તાપમાન અંગે પણ મોટું અપડેટ

By: Nation Gujarat Team
26 Jun, 2026

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને એક મહત્વની માહિતી આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક ‘સાયક્લોનિક સર્ક્યુલેશન’ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ અતિભારે કે તોફાની વરસાદની કોઈ શક્યતા નથી.

હળવાથી સામાન્ય વરસાદ પડી શકે

હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

તાપમાન યથાવત રહેશે

વરસાદની આ અગાહી વચ્ચે ચોંકાવનારી બાબત એ છે કે આગામી એક સપ્તાહ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, એટલે કે તાપમાન અત્યારે જે સ્તરે છે તે જ સ્તરે યથાવત રહેશે. સામાન્ય રીતે વરસાદ પડતાં ગરમીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વખતે સામાન્ય વરસાદની સિસ્ટમ હોવાથી બફારા અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે.


Related Posts

Load more