અમદાવાદના સૌથી મોટા કહી શકાય તે અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે જેમાં યુવાનોનો પણ સમાવેશ થાય છે અમદાવાદ જેવા શહેરમાં એક આશા સાથે આવેલા યુવાનોને મોત મળ્યું . પરિવાર તેમના વ્હાલ સોયાને ગુમાવ્યા છે તે દુખ સહન ન કરી શકે અને તેમના વ્હાલ સોયાની ખોટ સરકાર કે આરોપી પુરી કયારેય નહી કરી શકે. પરિવારજનો હોસ્પિટલમાં પોતાના સ્વજનના મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ ન્યાયની પણ માંગ કરી રહ્યા છે. બોટાદથી આવેલા મૃતક પરિવાજન ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, અમને ન્યાય મળવો જોઈએ. અમારે વળતરની જરૂર નથી, અમે સામે સરકારને પાંચના બદલે આઠ લાખ આપીએ. આ સાથે જ સોલા હોસ્પિટલ ખાતે પહોંચેલા મંત્રી ઋષિકેશ પટેલને વાલીઓએ બે હાથ જોડી ન્યાયની જ માંગ કરી હતી.
મૃતક કૃણાલના મામાએ જણાવ્યું હતું કે, મૃતક મારી બેનનો ભાણીયો થાય છે. રાત્રે દોઠ વાગ્યે મારી બહેને ફોન કરી જાણ કરી હતી. જ્યારે મારા જીજાજી જાણ થતા જ બોટાદથી નીકળી ગયા હતા. હું ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યો ત્યારે જાણ થઈ કે બધાને સોલા હોસ્પિટલ લઈ ગયા છે. હું સોલા હોસ્પિટલ પહોંચ્યો તો મારા ભાણીની લાશ મળી છે. હવે તો અમને ન્યાયની જ આશા છે.
વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી ઋષિકેશ પટેલ પાસે તો અમારી એટલી જ માગ છે કે કોઈ પણ હિસાબે અમને અમારો ન્યાય મળવો જોઈએ. વલતરની અમારે જરૂર નથી. અમે સરકારને ફંડ આપવા તૈયારી છીએ. પાંચ નથી આઠ લાખ આપવા તૈયાર છીએ. અમે પૈસાના ભુખ્યા નથી, પૈસા ભોગી નથી, પૈસાનો પાવર અમારે બિલકુલ નથી અને અમારે પૈસાની તાણ નથી. અમને તો ન્યાય જ જોઈએ.