વડોદરા – ચોમાસા પહેલા તંત્ર એકશનમાં, મેયર સહિતના હોદ્દેદાર અને અધિકારીઓએ સમા કેનાલ પર કર્યુ નિરિક્ષણ

By: Nation Gujarat Team
01 Jun, 2026

ચોમાસાની સિઝનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા મહાનગરના નવ નિયુકત હોદ્દેદારો અને અધિકારીઓ કામની તપાસ કરી. ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણી ની સમસ્યા થી જનતાને છુટકારો મળે તે માટે પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. પ્રિ મોનસુન કામગીરીના ભાગરૂપે મેયર, સ્ટે.કમિટિના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો કેનાલ રોડ પર આવેલ ભૂખી કાંસની કામગીરીની સમિક્ષા કરવા માટે પહોંચ્યા હતા. શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીની સમસ્યા માટે ભૂખી કાસની કેનાલ મહત્વનો રોલ નિભાવે છે. શહેરના હોદ્દેદાર અને  અધિકારીઓએ સ્થળ પર જઇ  કેનાલમાં કાદવ અને કીચડ સાફ થવાની કામગીરીની ઝીવટ ભરી તપાસ કરી હતી. પાણી ભરાઇ ન રહે તે માટે તંત્રને તકેદારી રાખવા સુચન પણ કર્યા હતા. નવ નિયુક્ત મેયરો ઓફિસથી બહાર આવી સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા છે તે સારી વાત છે પરંતુ આવા જ કામો તેમની ટર્મ સુધી તેઓ કાર્યરત કરે તે સૌથી મહત્વની વાત છે. જો તેમની તપાસથી પણ નાગરિકોને પાણી ભરાઇ રહેવાની સમસ્યાથી  છુટકારો ન મળે તો આવી તપાસ પણ શું કામની એટલે ચોમાસાનો તે સમય જ બતાવશે કે નવ નિયુક્ત હોદ્દેદારો કેટલુ કામ કરવામાં રસ દાખવે છે અને આવી તપાસ થી જનતાને કેટલો ફાયદો થશે.


Related Posts

Load more