બહેનોએ મોંઘા મેકઅપના થથેડા કરવાની જરૂર નથી! વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સનનું મોટું નિવેદન

By: Nation Gujarat Team
20 Feb, 2026

જામનગરમાં સિદસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાસજાડિયાએ મોટું નિવેદન આપ્યું હતું. પાટીદાર અગ્રણી જેરામ બાપાએ સમાજમાં ચાલતા કુરિવાજોને લઈને ટકોર કરી હતી. તેઓએ કહ્યું હતું કે, પ્રસંગોમાં મહિલાઓ બ્યુટી પાર્લર પર ખોટા ખર્ચાઓ કરે છે. મહિલાઓને ફેશનની દેખાદેખીથી દૂર રહેવા માટે તેઓ અપીલ કરી હતી. સાથે જ આનંદીબેન પટેલના નિવેદન મુદ્દે સમર્થન આપીને કહ્યું કે, કુદરતે આપેલા સૌંદર્યને સ્વીકારો. ત્યારે આ મુદ્દે વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સન ડૉ. રૂપલ પટેલનું નિવેદન આવ્યું છે.

બાહ્ય સુંદરતાને બદલે આંતરિક સુંદરતાને પ્રાધાન્ય આપે
જેરામ પટેલના નિવેદન સામે વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સન ડૉ. રૂપલ પટેલે કહ્યું કે, મહિલાઓએ બાહ્ય સુંદરતા કરતા આંતરિક સુંદરતા ઉપર વધુ ફોક્સ કરવું જોઈએ. હું જેરામ પટેલના નિવેદનને સમર્થન આપું છું. મોંઘા મેકઅપના થથેડા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે મધ્યમવર્ગના પરિવારની દીકરીઓ વધુ ખર્ચ કરતી નથી. પણ અપર ક્લાસની દીકરીઓ, મહિલાઓ વધુ ખર્ચ કરે છે. મારું તેમને કહેવું છે કે તેઓ બાહ્ય સુંદરતાને બદલે આંતરિક સુંદરતાને પ્રાધાન્ય આપે.

બેથી વધુ બાળકો લાવો. નહીંતર ભવિષ્યમાં હિન્દુઓ ખતરામાં આવશે
તો આનંદીબેન પટેલના નિવેદન સામે ડો. રૂપલ પટેલે કહ્યું કે, પાટીદારોએ તો એક થવું જ જોઈએ. પણ હું તેમનાથી એક સ્ટેપ વધુ ઉપર જઈ તમામ હિન્દુઓને એક થવાનો સંદેશ આપીશ. પહેલા હિન્દુઓની સંખ્યા, આજની સંખ્યા અને ભવિષ્યની સંખ્યામાં ખૂબ મોટો તફાવત છે. આ કારણે ભવિષ્યમાં હિન્દુઓ માઇનોરિટીમાં આવી જશે. આજકાલ તો ‘ડબલ ઈન્કમ, નો ચિલ્ડ્રન’ ના વિચારો હિન્દુઓમાં પ્રચલિત છે. હું તો કહું છું કે એક નહી પણ, બેથી વધુ બાળકો લાવો. નહીંતર ભવિષ્યમાં હિન્દુઓ ખતરામાં આવશે.

લગ્ન નોંધણીમાં માતાપિતાના રોલનો નિયમ લાવવા બદલ વિશ્વ ઉમિયાધામના ડો.રૂપલ પટેલે સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો. તેઓએ કહ્યું કે, અનેક વિધર્મી છોકરાઓનું ધ્યેય નથી હોતું, જેથી તેઓ છોકરીઓને ફસાવે છે. દીકરીઓ જાતે કોર્ટ મેરેજ કરી પાછળથી ભાગી જતી હતી. ભાગી ગયા બાદ વોટ્સઅપ ઉપર સર્ટિફિકેટ મોકલાવી દેતી હતી. આવી સ્થિતિમાં માતાપિતા ક્યાય મોઢું બતાવવા લાયક રહેતા નહોતા. હવેથી આવું નહિ થઈ શકે, સરકારનો ખુબ ખુબ આભાર.


Related Posts

Load more