Vish Yog: કુંડળીના કોઈ ભાવમાં જ્યારે શનિ અને ચંદ્રમાની યુતિ હોય છે તો વિષ યોગનું નિર્માણ થાય છે. 12 મેએ સાંજે જ્યારે ચંદ્રમા કુંભ રાશિથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે તો મીન રાશિમાં શનિ-ચંદ્રમાની યુતિ થશે, કારણ કે શનિ પહેલાથી મીન રાશિમાં બિરાજમાન છે. શનિ-ચંદ્રમાની યુતિ થવાથી કેટલાક જાતકોએ જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ રાશિઓએ 14 મે સુધી જોખમ ઉઠાવવાથી બચવું પડશે અને સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવો પડશે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ 14 મે સુધી સતર્ક રહેવાની જરૂર પડશે. વાહન ચલાવવાથી તમારે બચવું જોઈએ. કેટલાક લોકોએ ફરી જૂની બીમારીનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય મામલામાં સતર્કતા રાખવાની જરૂર છે. ઉપાય તરીકે જરૂરિયાતમંદોની મદદ કરો.
તુલા રાશિ
વિષ યોગ બનવાથી તમારા પર આળસ હાવી થઈ શકે છે અને તમે જરૂરી કાર્યો ટાળી શકો છો. કેટલાક લોકોને પેટ કે ગળા સંબંધિત સમસ્યા આ દરમિયાન થઈ શકે છે. તમારૂ ધ્યાન રાખો અને વધુ તકલીફ હોય તો ડોક્ટરની સલાહ લો. પારિવારિક જીવનમાં વાદ-વિવાદની સ્થિતિથી બચશો તો તમારા માટે સારૂ રહેશે. ઉપાય તરીકે માતા પાર્વતીની આરાધના કરવી જોઈએ.
મીન રાશિ
વિષ યોગ તમારી રાશિમાં બનશે તેથી સૌથી વધુ સતર્ક રહેવાની જરૂર પડશે. કેટલાક લોકોને સાંધામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે, તો ઊંઘની કમીને કારણે કેટલાક લોકો પરેશાન થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી તમારે રાખવી જોઈએ નહીં. ઘરના લોકો સાથે કોઈ કારણે વિવાદ થવાની આશંકા છે. ઉપાય તરીકે શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.