આજે વાનખેડામાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે. શ્રીલંકાએ ટોસ જીત પહેલા બોલીગ કરવાનો નિર્ણય કર્યો. શ્રીલંકાએ ટીમમાં એક ફેરફાર કર્યો છે જ્યારે ભારતે ટીમમાં કોઇ બદલાવ કર્યો નથી. બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માંથી રોહીત અને ગીલ ઓપનીગ કરવા આવ્યા હતા જેમાં રોહીતે પહેલા બોલે ફોર અને બીજા બોલે બોલ્ડ થયો હતો રોહીતની બીજા જ બોલે વિકેટ પડતા કોહલી બેટીંગ માટે આવ્યો હતો જો કે બંનેની વિકેટ પડી જ જાત પરંતુ લંકાની ખરાબ ફિલ્ડીંગ બંનેને જીવતદાન આપ્યું છે. ગીલ 92તો કોહલી 88 રન કરી out થયા છે. કોહલી અને ગીલ વચ્ચે 189 રન ભાગીદારી થઇ હતી . ગીલ અને કોહલી જીવતદાન મળ્યા પછી પણ સદીથી દુર રહ્યા. હાલ ક્રીઝ પર રાહુલ અને અય્યર છે. ભારતનો સ્કોર 199 – 3 વિકેટ છે. 33 ઓવર પુર થઇ છે.
વિરાટ કોહલીએ વન-ડે કરિયરની 70મી અડધી સદી ફટકારી છે. તો શુભમન ગિલે ODI ફોર્મેટમાં 11મી અડધી સદી પૂરી કરી
આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…
પહેલી: પહેલી ઓવરના બીજા જ બોલે મદુશંકાએ ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને રોહિત ડિફેન્ડ કરવા ગયો, પણ બોલ થોડો સ્વિંગ થતા બોલ્ડ થયો હતો.
બીજી: 30મી ઓવરે મદુશંકાએ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી, જેમાં તેણે સ્લોઅર બાઉન્સર નાખ્યો, જેમાં ગિલ અપર કટ રમવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર કુસલ મેન્ડિસે કેચ કર્યો હતો.
ત્રીજી કોહલીની પડી મઘુશંકાની બોલીગમાં 196 રને ત્રીજી વિકેટ પડી
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા: કુસલ મેન્ડિસ (કેપ્ટન અને વિકેટકીપર), પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, દુષન હેમંથા, મહિશ થિક્સાના, કસુન રંજીથા, દુષ્મંથા ચમીરા અને દિલશાન મદુશંકા