Vav Assembly By Elections : વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.13 નવેમ્બર, 2024ના રોજ એટલે કે આજે 192 મતદાન મથક કેન્દ્રો પર મતદાન શરૂ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદારો મત આપવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9:00 વાગ્યા સુધીમાં સરેરાશ 14.25 ટકા મતદાન થયું હતું, જ્યારે સાડા ત્રણ કલાકમાં સરેરાશ 22% મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો બીજી તરફ વાવના ભાખરી ગામે ઇવીએમ ખોરવાતાં મતદારો રાહ જોઇને બેઠા છે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલે ઝંપલાવ્યુ છે. તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને દલિત સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપના પ્રદેશ નેતાઓ અને આખી સરકારે પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે. આ મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
મતદાન મથકો ઉપર 7 જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત
વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આજે તા.13 નવેમ્બરના રોજમતદાન યોજાશે. ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પત વાતાવરણમાં સંપન્ન થાય અને મતદારો કોઈપણ જાતના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 321 મતદાન મથકો ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાસકાંઠાના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર 1 વાવમાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ આયોજન માટે કુલ 7 જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
જેમા જ પેરા મિલેટી અને 3 એસઆરપી – કંપનીઓ ગોઠવવામાં આવી છે. તમામ 1 ક્રિટિકલ બુથ અને વાવ વિધાનસભાને – જોડતી સાત ચેક પોસ્ટ પર સીએપીએફ – કંપનીઓને સુરક્ષા સોંપવામાં આવી છે. દરેક પોલિંગ બુથ અને બિલ્ડિંગ પર ચૂંટણી પંચના ફોર્સ ડિપ્લોમેટ પ્લાન અંતર્ગત કર્મચારીઓ અને પોલીસ જવાનોને ગોઠવવામાં આવ્યા છે.
દરેક 4 ગામદીઠ એક પોલીસ પેટ્રોલિંગ મોબાઈલ રૂટની સાથે દરેક પોલીસ સ્ટેશન ખાતે કિવક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. જયારે સોશિયલ મીડિયાના – મોનીટરીંગ માટે પાલનપુર-ખાતે સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ખાતે યુનિટ ઊભું કરાવે છે.