વડતાલધામ :- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર માં તા-૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન વસંતપંચમી નો સમૈયો તથા ૨૦૦ મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવ ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પહેલા વડતાલ ધામ ના પટાંગણ માં આવેલ હરીમંડપ ખાતે પોતાના આશ્રિતો માટે સર્વજીવ હિતાવહ અને પોતાનું વાંગમય સ્વરૂપ એવી ૨૧૨ શ્લોક ની શિક્ષાપત્રી સ્વહસ્તે લખી હતી. આ શિક્ષાપત્રી માં આચાર્યશ્રી,ગાદીવાળા ,સંતો,પાર્ષદો,બ્રહ્મચારીઓ તથા ગૃહસ્થસત્સંગીઓ માટે પાળવાના નિયમો છે.સર્વજીવને હિતકરનારી આ શિક્ષાપત્રીનું જે કોઈ પાલન કરશે તે આલોક અને પરલોકમાં મહાસુખીયા થાશે સાથે સાથે સદગુરુશ્રી બ્રહ્માનંદ સ્વામીનો ૨૫૪મો પ્રાગટ્યદિન તથા સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીનો ૨૬૦મો પ્રાગટ્યદિનપણ ઉજવાશે.
આ પ્રસંગે શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞ પણ યોજાનાર છે, કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો તા:-૨૧ જાન્યુઆરી ના રોજ સવારે ૭:૦૦કલાકે ગોમતી કિનારે થી વાજતે ગાજતે પોથી યાત્રા નીકળશે. બુધવાર ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૩૦ કલાકે સુકામેવાનો અન્નકૂટ ધરાવાશે.તા:-૨૨ ના રોજ ગુરુવાર સવારે ૮:૦૦ કલાકે હરિ મંડપ પૂજન કરવામાં આવશે. તા:-૨૩ના રોજ સવારે ૮:૦૦ કલાકે શિક્ષાપત્રી યજ્ઞનો શુભારંભ થશે.તા:૨૩ને વસંતપંચમી ના કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો સવારે ૭:૧૫ કલાકે શણગાર આરતી, શિક્ષાપત્રી યજ્ઞ પ્રારંભ, ૭:૪૫કલાકે પાલખી યાત્રા ૮:૧૫ કલાકે સભામંડપમાં શિક્ષાપત્રી નું આગમન, ૮:૨૦ કલાકે શિક્ષાપત્રી પૂજન, અને જનમંગલ પાઠ ૮:૩૫ કલાકે સ.ગુ.શ્રી નિષ્કુળાનંદ સ્વામી તથા સ.ગુ.શ્રી બ્રહ્માનંદ સ્વામી પૂજન, સુકામેવા તથા પુષ્પોથી અભિષેક-૮:૫૦ કલાકે આરતી, ૮:૫૫ કલાકે શિક્ષાપત્રી પાઠ, ૯:૪૫ થી ૧૦:૦૦ કલાકે કથા, ૧૦:૦૦ થી ૧૦:૩૦ કલાકે પ.પુ.મહારાજશ્રી તથા સંતો ના આશીર્વાદ, ૧૦:૦૦ થી ૧૦:૩૦ ભોજન પાસ વિતરણ, ૧૦:૪૦ કલાકે યજમાનશ્રીને આશીર્વાદ.
કથાનો સમય :-સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાકે
બપોરે 3:૦૦ થી ૬:૦૦ કલાકે
કથા સ્થળ :વડતાલ મંદિર ના સભામંડપમાં