Vaibhav Suryavanshi : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફીમાં ધૂમ મચાવી, 36 બોલમાં સદી ફટકારી

By: nationgujarat
24 Dec, 2025

14 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ અંડર 19 એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે મળેલી હારને ભૂલી વિજય હજારે ટ્રોફીમાં ધમાકેદાર શરુઆત કરી છે. તેમણે અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ માત્ર 36 બોલમાં સદી ફટકારી છે.વૈભવ સૂર્યવંશીની ઈનિગ્સમાં ચોગ્ગા અને સિક્સનો વરસાદ જોવા મળ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ પોતાની તાબડતોડ ઈનિગ્સ ધોનીના ઘરે ફટકારી છે. આ મેચ રાંચીમાં રમાઈ રહી છે.વિજય હજારે ટ્રોફી 2025-26ની પહેલી મેચમાં બિહાર તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશના બોલરને પરસેવો લાવી દીધો છે. તેમણે માત્ર 36 બોલમાં સદી ફટકારી છે. જેમાં 10 ચોગ્ગા અને 8 સિક્સ સામેલ છે. આ વૈભવ સૂર્યવંશીની વિજય હજારે ટ્રોફીમાં પહેલી સદી છે.

વિજય હજારે ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશીએ કયો રેકોર્ડ બનાવ્યો?

વૈભવ સૂર્યવંશીએ ગત્ત વર્ષે વિજય હજારે ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતુ. 13 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કરી આ ટૂર્નામેન્ટ રમનાર સૌથી નાનો ખેલાડી બન્યો હતો. ગત્ત સીઝનનાં પોતની ઉંમરથી ઈતિહાસ રચનાર વૈભવે આ વખતે પણ પોતાના બેટથી ધમાલ મચાવી રહ્યો છે અને વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચી રહ્યો છે. હવે વિજય હજારે ટ્રોફીના ઈતિહાસમાં સદી ફટકાવનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બની ગયો છે.


Related Posts

Load more