વિશ્વપ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં વસંત ખીલી ઉઠી છે. શ્રીહરિકૃષ્ણ મહારાજ આદિ દેવોને ત્રણ હજાર કિલોગ્રામ પુષ્પ ગુંથીને શ્રૃંગાર એવં સિંહાસનની સજાવટ કરવામાં આવી હતી. પૂજારી શ્રીહરિસ્વરૂપાનંદજી અને પાર્ષદોની ટીમે સતત ૨૪ કલાક મહેનત કરીને કલાત્મક ગુંથણી કરીને તાજા પુષ્પના શણગાર તૈયાર કર્યા હતા. અને વિદ્યાર્થી યુવકોએ ૧૨ કલાકની જહેમત ઉઠાવીને ૨૫૦૦ નારંગીનો અન્નકૂટ તૈયાર કર્યો હતો.
આ નારંગી અમદાવાદથી મંગાવવામાં આવી છે. ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાનને ધરાવ્યાં બાદ આ પ્રસાદ ચરોતરના આંગણવાડીના બાળકો અને વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવામાં આવશે. આ શણગારથી દર્શનાર્થી ભક્તોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે. નવી પેઢીને વસંતનો પ્રભાવ જાણવાની જીજ્ઞાષા થાય , એવી ઉદાત્તભાવના રહેલી છે. આપણા ઋષિઓએ ઉત્સવોના માધ્યમે લોકજાગૃતિનું કામ કર્યું છે.
વડતાલ શ્રીલક્ષ્મીનારાયણ દેવના ૨૦૦ વર્ષના ઉપક્રમે આયોજીત કેસુડાના શણગાર વ્રજભુમિ આશ્રમ – પુજ્ય નારાયણચરણ સ્વામી તરફથી હતા અને નારંગીનો અન્નકૂટ પ્રીતેશભાઈ હાંડેવા , નવિનભાઈ સુરત , હિરેનભાઈ બારડોલી વગેરે હતા.
આ સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને જીજ્ઞેશ નિકિત વગેરે યુવકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.