શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ત્રિદિનાત્મક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત સહિત , દક્ષિણ ભારત અને બનારસના પંડિતો – પ્રોફેસરો અધ્યાપકો – શોધછાત્રોએ શોધપત્રો સાથે ભાગ લીધો.
શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે “ સનાતન ધર્મ અનુપ્રાણિત સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત અને શિક્ષાપત્રી ગ્રંથમાં પ્રાપ્ત ભારતીય જીવનમૂલ્ય” વિષય પર , વડતાલ મંદિર દ્વારા ભારતીય તત્વાનુસંધાન પરિષદ દિલ્હી સહિત ૧૮ જેટલી કેન્દ્રીય અને રાજ્ય સ્તરીય વિશ્વવિદ્યાલયોએ સાથે મળીને , ૫૦૦ થી વધુ સક્ષમ સારસ્વતોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવામા આવ્યો હતો..
આ સમારંભના આરંભમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ , પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી – કુંડળ , ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પરિસંવાદનું ગુજરાતના મોટા ગજાના વિદ્વાન સારસ્વત ડો બળવંત જાનીના નેતૃત્વમાં , શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસ સ્વામીના અધ્યક્ષપદે કરવામાં આવ્યુ હતુ..પૂજ્યશ્રીએ શાસ્ત્રીય રીતે અશાસ્ત્રીય વાતોનું નિરાકરણ કરીને મૂલ સંપ્રદાયનું દર્શન તત્વ રજુ કર્યું હતુ , જેથી બનારસ અને દક્ષિણ ભારતના વિદ્વાનોએ સંતોષ સાથે કહ્યુ કે, આજ અમને વિશેષ મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત સ્પષ્ટ થયો છે..
જેમાં વિશ્વવિદ્યાલયોના કુલપતિ – ઉપકુલપતિ – વિભાગાધ્યક્ષ અને તજ્જ્ઞ વિદ્વાનોએ મનનીય વક્તવ્ય આપીને પરિસંવાદને સફળ બનાવ્યો હતો .
વિશિષ્ટ વ્યાખ્યાનથી વૈશ્વિક પરિસંવાદ સંસ્મરણીય થયો હતો. જેમાં શિક્ષાપત્રી અને વચનામૃતમાં સનાતન ધર્મનો છે – પ્રાણ તત્વ છે.આ બંને ગ્રંથોનો વૈશ્વિક સ્તર પર વિવિધ વિષયો પર વિશેષ વ્યાખ્યાન પ્રવચન જ નહિ , જીવન ઉપયોગી પ્રયોગાત્મક ઉદ્બોધન થવા જોઈએ.. શિક્ષાપત્રીના શ્લોકોમાં વર્તમાન જીવનની સમસ્યાઓનો ઉકેલ છે. મેનેજમેન્ટ ના પ્રશ્નોનું નિરાકરણ છે. પર્યાવરણ અને પરિવારના પ્રશ્નોનું નિરાકરણ છે. બાર્ટર સિસ્ટમ નો ઉલ્લેખ ૨૦૦ વર્ષ પહેલાની શિક્ષાપત્રીમાં છે… વિશ્વમાં આજે દેવુ કરીને જીવવાની પદ્ધતિને કારણે સ્ટ્રેસની વૈશ્વિર સમસ્યા વકરી રહી છે પરંતુ શિક્ષાપત્રીમાં આવક પ્રમાણે જ ખર્ચ કરવાનો આદેશ છે.. ટુંકમા શિક્ષાપત્રીની તાકાત સમયાનુસાર ઉઠતા પ્રશ્નોના સમાધાન આપવાની છે.
વચનામૃત ગુજરાતનું આધુનિક ગદ્યનું મૌલિક સ્વરૂપ આપે છે. આધ્યાત્મિક ઉંચાઈ સાથે ભાષાનું સોષ્ઠવ ધ્યાનાકર્ષક છે. વચનામૃતમાં પાને પાને સનાતન ધર્મનું પ્રાણતત્વ પથરાયેલ છે. ગીતા ભાગવત અને ઉપનિષદના સુત્રોનો અર્ક નિતરે છે. વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું વલ્લભી છે. અંહિ સંપ્રદાયના ગ્રંથો એટલે વિપુલમાત્રામાં ટીકાઓ – ભાષ્યો લખાયા છે , કે આજ સુધી તેનુ પ્રકાશન થઈ શક્યુ નથી..
આ પરિસંવાદમાં પ્રો. અવની ચગ નેધરલેન્ડ ઉપસ્થિત રહ્યા હતા અને અમેરિકા પેન્સિલવિનીયાના બાબુ સુથાર , કોલંબીયાના યોગી ત્રિવેદી , લંડનના જગદીશ દવે ના નિબંધોનું વાંચન થયુ હતુ.
ગુજરાત સાહિત્ય અકાદમી અનુપ્રાણિત સત્રમાં નિસર્ગ આહિર , નરેન્દ્ર પંડયા , અજયસિંહ ચૌહાણ , સંજય મકવાણા , પુલકેશ જાની વગેરેએ અદ્ભુત શોધપત્રો રજુ કર્યા હતા.ગુજરાત અને ગુજરાતી સંશોધકોના પત્રોની વિદ્વાનોએ મુક્તકંઠે પ્રસંશા કરી હતી.
આ પરિસંવાદમાં સંપ્રદાયના યુવા સંતોએ ધારા પ્રવાહ સંસ્કૃતભાષામાં આપેલ વક્તવ્યથી વિદ્વાનોએ આનંદ વ્યક્ત કરતા કહ્યુ હતું કે, આ મૂલ સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશિષ્ટ યોગદાન ગણાશે .. આપ સંસ્કૃતની નવી પેઢી તૈયાર કરી રહ્યા છો ..