વડતાલ :
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થા અને ઉપાસનાના મધ્યબિંદુ વડતાલ ધામમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં સ.ગુ.નીલકંઠચરણસ્વામીએ વડતાલ મહિમાની કથાનું સુમધુર શૈલીમાં રસપાન કરાવ્યું હતું.
વડતાલ મંદિરમાં મંગળા આરતીથી ભક્તોનું કીડીયારુ ઉભરાયું હતું. મંગળા આરતી બાદ પ.પુ.ધ.ધુ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે નીજ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજનું પુજન કરી આરતી ઉતારી હતી. મંદિરના ભુદેવ ધિરેનભાઇ ભટ્ટે પૂજાવિધિ કરાવી હતી. આચાર્ય મહારાજશ્રીએ પૂજાવિધિ બાદ શ્રી હરિકૃષ્ણ મહારાજ પાસે સત્સંગમાં સુખ-શાંતિ પ્રવર્તે અને સત્સંગનો વિકાસ થાય તેવા સત્સંગ સમાજ વતી આર્શિવાદ માંગ્યા હતા. સવારે ૯.૩૦ કલાકે આચાર્ય મહારાજશ્રી મંદિરના કોઠારી સંતસ્વામી તથા ચેરમેન દેવપ્રકાશસ્વામી , હરિજીવન સ્વામી ચેરમેનશ્રી ગઢપુર ,શ્રી પી પી સ્વામી જુનાગઢ ચેરમેનશ્રી અને અગ્રણી સંતો સાથે સભામાં પધાર્યા. ત્યારે આચાર્ય મહારાજશ્રી અને સંતોના હસ્તે દ્વિશતાબ્દી મહોત્સવ રથનું પૂજન કરવામાં આવ્યું હતું. અને આ રથ સમગ્ર રાજ્યના બે હજાર ઉપરાંત ગામોમાં ફરી મહોત્સવમાં પધારવા ગ્રામજનોને આમંત્રણ પાઠવશે.
સંતો સાથે ગાદિપતિ ના આગમન સાથે સભામાં જયનાદ થાય . મહારાજશ્રીએ કથાના વક્તા નીલકંઠચરણ સ્વામીને હાર પહેરાવી આર્શિવાદ પાઠવ્યા હતા.
કથાની પૂર્ણાહુતી બાદ વડતાલ, જુનાગઢ, ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન-કોઠારીશ્રીઓ તથા ટ્રસ્ટી મંડળના સભ્યોએ સભામંડપમાં આચાર્ય મહારાજનું ગુરુપૂજન કર્યું હતું. ત્યારબાદ સંપ્રદાયના વડતાલ તાબાના મંદિરના કોઠારીશ્રીઓ તથા યજમાનો દ્વારા મહારાજશ્રીનું પુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન હરિજીવનદાસ સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. તથા દ્વિશતાબ્દી મહોત્સની રૂપરેખા આપી હતી. વડતાલ મંદિરના સલાહકાર બાપુસ્વામી, એસજીવીપી ગુરૂકુળના બાલકૃષ્ણસ્વામી, સુરત રામપુરા મંદિરના કોઠારી પી.પી.સ્વામી, તથા વડતાલ મંદિરના કોઠારી સંતવલ્લભસ્વામીએ ભારતીય સંસ્કૃતિમાં ગુરૂપૂર્ણિમાનું અનેરૂ મહત્વ છે શિષ્યો દ્વારા ગુરૂનું ઋણ અદાકરવાનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા શ્રી સ્વામિનારાયણ ભગવાને રામાનંદસ્વામી થકી દિક્ષા ગ્રહણ કરી ગુરૂ-શિષ્યનો સબંધ કેવો હોય તેની રૂપરેખા સમજાવી હતી.
આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ગાદીઆરૂઢ થયા ત્યારથી આજદિન સુધીમાં ૮૫૬ સંતોને ભાગવત દિક્ષા આપી છે. અને એક હજાર મંદિરોનો જીર્ણોદ્ધાર તથા મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે.
આજે વડતાલ મંદિર અને બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય દ્વારા થયેલ સેમિનારના સંસ્મરણ અને વિદ્વાનોનાં લેખોનું સંસ્કૃતવિદ્યા વિશેષાંકનું પણ વિમોચન કરવામા આવ્યું.
આજે વિશેષ પૂજન વડતાલથી ટ્રસ્ટીશ્રી સંજયભાઈ , શંભુભાઈ, પ્રદિપભાઈ , મહેન્દ્રભાઈ , જુનાગઢ ટ્રસ્ટીશ્રી બળવંત ધામી , રાજેશ માંગરોળિયા , વિવેક ગોહિલ વગેરે તથા ગઢપુર ટ્રસ્ટીબોર્ડના વિનુભાઈ , સુરેશભાઈ , બચુકભાઈ, વેગેરએ સમગ્ર દક્ષિણદેશ વતિ પૂજા કરી હતી. પંકજભાઈ પટેલ – વડોદરા, મનોજભાઈ અજમેરા મુંબંઈ , ભુપેન્દ્રભાઈ ભરૂચ , અશ્વિનભાઈ ગોળવિયા વગેરે અગ્રણીઓ પણ પૂજનમાં સહભાગી થયા હતા.
વડતાલ મંદિરમાં સવારથી સાંજ સુધીમાં અંદાજીત પાંચ લાખ હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.