Vadodra – આજથી ફરજીયાત હેલમેટની શરૂઆત હતી પરંતુ સરકારે આપી રહાત, વડોદરાવાસીઓ માટે કામના સમાચાર

By: nationgujarat
15 Sep, 2025

સરકારે ફરજીયાત હેલમેટની મુહિમ શરૂ કરી છે હેલમેટ વગર ફરતા વાહનચાલકો સામે સરકાર હવે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. હેલમેટ અંગે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે કારણ કે હેલમેટ આપણી જ સુરક્ષા કરે છે. સરકારે ફરજીયાત હેલમેટ મામલે વડોદરા વાસીઓને રાહત આપી છે. વડોદરામા ફરજીયાત હેલમેટની મુદત લંબાવી છે, 15 દિવસ સુથી સરકારે રાહત આપી છે. આજથી નિર્ણય લાગુ થવાનો હતો. આગામી 30 સપ્ટેમ્બર સુઘી વડોદરા પોલીસ જનજાગૃતિ અભિયાન ચલાવશે.  વહાનચાલકોએ  ફરજીયાત હેલમેટ પહેરવા અંગે આજથી નિર્ણય અમલમા આવવાનો હતો જેને મોકુફ રાખ્યો છે.

નાગરિકોએ કરેલી રજૂઆત પગલે 30 તારિખ સુધી મોકુફ રાખવામાં આવ્યો છે. આ અંગે જાણકારી પોલીસ કમિશ્નર નરસિમ્હા તોમરે માહિતી આપી છે. 14 તારીખની સાંજે પોલીસે જાણકારી આપી છે. પોલીસના નિર્ણયને કારણે બજારમા હેલમેટની ખરીદી માટે વાહનચાલકોની ભીડ જોવા મળી રહી હતી. પોલીસે રોડ સેફટીની મુહીમ શરી કરી છે. હેલમેટના ફરજીયાત અમલી નિર્ણય પગલે રાતોરાત હેલમેટના ભાવ વધારી દેવાયાની ફરિયાદ પણ કેટલાક ગ્રાહકોએ કરી હતી.

 


Related Posts

Load more