Vadodara : ચાલુ બાઈકે મહિલાની છેડતી કરવી ભારે પડી, જુઓ કેવી રીતે પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

By: Nation Gujarat Team
16 Mar, 2026
  • વડોદરા (Vadodara) માં મહિલાની છેડતી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો
  • છેડતી કરી નાસી છૂટતા શખ્સના CCTV આવ્યા હતા સામે
  • CCTVના આધારે પોલીસે અમિત પઢિયારની કરી અટકાયત
  • પોલીસે મહિલાની હાજરીમાં જ આરોપી પાસે કરાવી ઉઠક-બેઠક
  • આરોપી પાસે માફી મંગાવી ફરી ગુનો ન કરવાની અપાઈ બાંહેધરી

Vadodara : શહેરમાં મહિલાઓની સુરક્ષા (Safety) અને સલામતીને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વડોદરા (Vadodara) માં રસ્તે ચાલતી એક મહિલાની છેડતી (Harassment) કરીને નાસી છૂટનાર શખ્સને પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ઝડપી પાડી કડક કાર્યવાહી (Strict Action) કરી છે.

વડોદરા (Vadodara) માં મહિલાની છેડતી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો

મળતી માહિતી મુજબ, વડોદરાના એક વિસ્તારમાં અજાણ્યા ઈસમે ચાલુ બાઇકે રસ્તે ચાલતી મહિલાની છેડતી કરી હતી અને ત્યાંથી તરત જ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં શખ્સનો ચહેરો અને બાઇક સ્પષ્ટ દેખાતા પોલીસે તપાસ તેજ કરી હતી.

પોલીસની તપાસ અને અટકાયત

સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે આરોપીની ઓળખ અમિત પઢિયાર તરીકે કરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે અમિત પઢિયારની અટકાયત (Detention) કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જાહેરમાં માફી અને બાંહેધરી

મહિલાઓમાં સુરક્ષાની ભાવના વધે અને ગુનેગારોમાં પોલીસનો ડર રહે તે હેતુથી, પોલીસે ભોગ બનનાર મહિલાની હાજરીમાં જ આરોપી પાસે ઉઠક-બેઠક કરાવી હતી. આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી મહિલાની માફી માંગી હતી. આ સાથે જ, ભવિષ્યમાં ફરી ક્યારેય કોઈ પણ બહેન-દીકરી સાથે આવું ગેરવર્તન નહીં કરવાની લેખિત બાંહેધરી પણ પોલીસ સમક્ષ આપી હતી.પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.


Related Posts

Load more