રાજકારણમાં નસીબ તો આવું જોઇએ, ચૂંટણી પહેલા ભાજપના પ્રાથમિક સભ્ય પણ નહોતા, હવે બની ગયા મેયર

By: Nation Gujarat Team
26 May, 2026

Morbi News: ગુજરાતમાં આજે મહાનગર પાલિકામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. પ્રથમવાર અસ્તિત્વમાં આવેલી મોરબી મહાનગર પાલિકામાં પણ આજે પધાદિકારીઓની વરણી કરવામાં આવી છે. મોરબી મહાનગર પાલિકામાં ઉત્તમભાઈ સુરાણી મેયર બન્યા છે. માત્ર 26 વર્ષની ઉંમરે ઉત્તમભાઈ ગુજરાતના સૌથી યુવા મેયર બની ગયા છે. ત્યારે ગુજરાતભરમાં આ યુવા મેયરની ચર્ચા થઈ રહી છે. ત્યારે જાણીએ આવો કોણ છે મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી….

કોણ છે ઉત્તમભાઈ સુરાણી…
ઉત્તમભાઈ સુરાણીની ઉંમર માત્ર 26 વર્ષ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેઓ ભાજપના પ્રાથમિક સભ્ય પણ નહોતા. પરંતુ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા હોવાથી તેમન વોર્ડ નંબર-8માથી ટિકિટ આપવામાં આવી હતી. ઉત્તમભાઈએ આ ચૂંટણીમાં શાનદાર જીત મેળવી હતી અને હવે મોરબીના પ્રથમ નાગરિક બની ગયા છે.

ગુજરાતના સૌથી યુવા મેયર
ઉત્તમભાઈ સુરાણી ગુજરાતના સૌથી યુવા મેયર બની ગયા છે. તેમની ઉંમર માત્ર 26 વર્ષ છે. ઉત્તમભાઈએ બીએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે અને બે વર્ષથી UPSC, GPSC જેવી પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતા. મેયર બન્યા બાદ ઉત્તમ ભાઈએ કહ્યું કે તમામ સભ્યોને સાથે રાખી શહેરની સમસ્યાઓ દૂર કરી લોકોની સુખ-સુવિધામાં વધારો કરવામાં આવશે.

ભાજપે યુવા ચહેરાને આપી તક
નોંધનીય છે કે મોરબી મહાનગર પાલિકા ગુજરાતની નવી મનપા છે, ત્યાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી. મોરબી મનપાની ચૂંટણીમાં 13 વોર્ડની 52 બેઠકોમાંથી ભાજપે તમામ બેઠકો કબજે કરી હતી. મેયર બનવા માટે શહેરમાં બે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. અલગ-અલગ નામો પણ ચર્ચામાં હતા. પરંતુ પક્ષ દ્વારા એક યુવા પર ભરોસો મુકવામાં આવ્યો છે.

મોરબી મનપાના અન્ય પદાધિકારીઓ
મહાનગરપાલિકાના મેયર તરીકે ઉત્તમભાઇ સુરાણી અને ડેપ્યુટી મેયર તરીકે ચિરાગભાઈ રાણપરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે…. શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે.


Related Posts

Load more