મિશન હજુ અધૂરું છે’, યુદ્ધ વિરામ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાનું મોટુ નિવેદન

By: Nation Gujarat Team
09 Apr, 2026

US Israel War: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ સ્થિતિ ફરી એકવાર ગંભીર બની ગઈ છે. બંને પક્ષો તરફથી હુમલાના અહેવાલો સામે આવ્યા બાદ યુદ્ધ વિરામનો ભંગ થયો છે. આ ઉલ્લંઘન બાદ ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અટકાવી દીધી છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર મોટી અસર પડવાની આશંકા સેવાઈ રહી છે. તેવામાં ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુના નિવેદન બળતામાં ઘી હોમ્યું છે.

નેતન્યાહુએ કહ્યું- ‘મિશન હજુ અધૂરું છે’

આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈઝરાયલનું ‘મિશન હજુ અધૂરું’ છે અને જો જરૂર પડશે તો યુદ્ધ ફરી શરૂ કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે યુદ્ધ વિરામ અંગે તેમની અને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સહમતી હતી, પરંતુ હજુ કેટલાક લક્ષ્યો બાકી છે જે કાં તો કરાર દ્વારા અથવા યુદ્ધ દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે.


Related Posts

Load more