અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા

By: Nation Gujarat Team
08 May, 2026

વર્ષોથી જે રહસ્ય પર પડદો હતો, તે આખરે દુનિયાની સામે આવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોર ( સંરક્ષણ મંત્રાલય ) દ્વારા UFO અને UAP સાથે જોડાયેલી અગાઉની ગુપ ફાઇલો જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકાની સરકારનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે જનતા પોતે આ સત્યને નિહાળે.

હવે કોઈપણ વ્યક્તિ war.gov/ufo પર જઈને આ વીડિયો, ફોટોગ્રાફ્સ અને મૂળ દસ્તાવેજો કોઈપણ સુરક્ષા પરવાનગી વગર જોઈ શકે છે.

સપ્ટેમ્બર 2023ની ઘટના: 

FBI લેબના ગ્રાફિક્સ સાથેનો એક ફોટો જાહેર થયો છે, જેમાં કાંસાના રંગની અંડાકાર ધાતુની વસ્તુ આકાશમાં એકાએક દેખાઈને ગાયબ થતી જોવા મળી હતી.

2025નો પુરાવો: 

સપ્ટેમ્બર 2025માં પશ્ચિમ અમેરિકામાં એક હેલિકોપ્ટર દ્વારા લેવામાં આવેલી ઇન્ફ્રારેડ તસવીરમાં પણ એક અજાણી વસ્તુ ઉડતી નજરે પડે છે.

આફ્રિકન એરસ્પેસ: 

અમેરિકી સૈન્ય ઓપરેટર દ્વારા આફ્રિકાના આકાશમાં પણ આવી જ શંકાસ્પદ ગતિવિધિ નોંધવામાં આવી છે.

આ તો માત્ર શરૂઆત છે: તુલસી ગબાર્ડ 

યુદ્ધ સચિવ પીટ હેગસેથ અને નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબ્બાર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર શરૂઆત છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને જણાવ્યું કે, અમારું કામ ડેટાને અનુસરવાનું અને જે અકલ્પનીય છે તેને પ્રામાણિકતાથી શેર કરવાનું છે.


Related Posts

Load more