સુરત – તબીબના રહસ્યમય આપઘાત મામલે હવે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો

By: Nation Gujarat Team
10 Aug, 2026

સુરતમાં મેડિકલના અભ્યાસ અર્થે ગયેલી મોડાસાની વિદ્યાર્થી હર્ષ પંડ્યાના કરુણ મોતને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આત્મહત્યાના આ ચકચારભર્યા મામલા બાદ આજે જ્યારે હર્ષનો મૃતદેહ તેના માદરે વતન મોડાસા પહોંચ્યો, ત્યારે સમગ્ર વાતાવરણ શોકગ્રસ્ત બની ગયું હતું.

સુરત ખાતે મેડિકલનો અભ્યાસ કરતી મોડાસાની વિદ્યાર્થીનીના આત્મહત્યાના મામલામાં મોટો વળાંક આવ્યો છે. મૃતક હર્ષ પંડ્યાનો મૃતદેહ તેમના માદરે વતન મોડાસા લાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં પરિવારજનો, સગા-સંબંધીઓ અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાતા માહોલ અત્યંત ગમગીન બન્યો હતો. પરિવારજનોએ મૃતક હર્ષ પંડ્યા પર ઓવર રેગિંગ થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારે તંત્ર પાસે માંગ કરી છે કે કાગળ પર રહેલા રેગિંગ વિરોધી કાયદાનો હકીકતમાં કડક અમલ કરાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નિર્દોષ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવો ન પડે.

નવી સિવિલ હોસ્ટેલમાં તબીબના રહસ્યમય આપઘાત મામલે હવે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જે ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા, તેમાં પોલીસ અને કમિટીની તપાસ દરમિયાન ”રેગિંગ” થયું હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે મૃતક તબીબ પર તેમના જ 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા અમાનવીય રીતે રેગિંગ કરવામાં આવતું હતું. સિનિયરોની હેરાનગતિ અને માનસિક ત્રાસથી કંટાળીને તબીબે આ અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલાસામાં બહાર આવ્યું છે.

​તપાસ કમિટી સામે રેગિંગના પુરાવાઓ આવતાં જ સમગ્ર મેડિકલ આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ ગંભીર મામલાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ચારેય આરોપી વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક ધોરણે સખત કાર્યવાહી કરવામાં આવી છે. ચારેય સિનિયર ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.

સસ્પેન્ડ કરાયેલા ચાર ડોક્ટરોમાં ત્રણ મહિલા ડોક્ટરો સામેલ
ડોક્ટરના આપઘાત બાદ આ ઘટનાની નોંધ આરોગ્ય મંત્રીએ પણ લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ ચાર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ચારેય ડોક્ટરોમાં ત્રણ મહિલા ડોક્ટર સામેલ છે. જે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ડો. નિરાલી વસાવા, ડો. અનુજ મહેશ્વરી, ડો દિક્ષીતા સેસરિયન અને ડોક્ટર હિના ભૂત સામેલ છે.


Related Posts

Load more