ગુજરાતમાં એક સીટ તૂટી તેની જવાબદારી હું સ્વીકારુ છું. – ગુજરાત ભાજપ પ્રમુખ

By: nationgujarat
15 Jun, 2024

કેન્દ્રીય પ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડુમસ રોડ પર ગ્રીન્ડ પાર્ટી પ્લોટમાં આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બન્યા છે. જલ શક્તિ મંત્રાલયની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. આ વખતે તેઓ રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત્યા છે. તેમનો રેકોર્ડ એવો રહ્યો છે કે તેમની જીતના આંકડા દર વખતે વધી રહ્યા છે. તેમને પીએમ મોદીના નજીકના લોકોમાંથી એક માનવામાં આવે છે. તેઓ છેલ્લા 36 વર્ષથી રાજકારણમાં સક્રિય છે.

આ કાર્યક્રમમા પાટીલે જણાવ્યું કે, ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણીમા રેકોર્ડ જીત મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. 2019 અને 2022મા ભાજપને જે મતો મળ્યા હતા તેના કરતા મતો મેળવવાની ટકાવારી વધી છે. સુરત બેઠક બિનહરીફ થવાથી તે બેઠકમા મતદાન ન થયુ જો થયુ હોત તો વધુ મત ભાજપને મળી શક્યા હોત. વિઘાનસભામા પણ ભાજપે 156 બેઠકો જીતી હતી તે વઘીને હવે 161 બેઠકો થઇ છે આ માટે પહેલો શ્રેય આપણા વડાપ્રધાન મોદી સાહેબ ને જાય છે કારણ કે તેમને જે વિઝનથી વિકાસના ખૂબ કામ કર્યા છે તો બીજો શ્રેય આપણા દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની મજબૂત સંગઠન શક્તિથી જીતી શકે તેવા ઉમેદવારોને ઉભા રાખ્યા અને ત્રીજો જશ જનતાને જાય છે કે તેમને શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને શ્રી અમિતભાઇ શાહ સાહેબ તેમજ ભાજપ પર વિશ્વાસ કર્યો તેમજ ચોથો શ્રેય આપણા કાર્યકર્તાઓની મહેનતને ફાળે જાય છે.

પાટીલએ વધુમા જણાવ્યું કે,આજે દેશમા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓની બોલબાલ છે. ચૂંટણીમા જનતાનો વિશ્વાસ કેવી રીતે જીતવો, જનતાના સેવાકીય કાર્યોકેવી રીતે કરવા તે ગુજરાતના કાર્યકર્તાઓ પાસેથી આજે દેશ ભરના કાર્યકર્તાઓ શીખ લે છે. લોકસભા ચૂંટણીમા એક બેઠક હારવી પડી તેનુ દુખ છે અને આ ભુલની જવાબદારી પણ મારી છે. એક બેઠક હારવી પડી છે તેના માટે ગુજરાત ભરના ભાજપના કાર્યકર્તાઓની માફી માંગુ છું. લોકસભા ચૂંટણીના સુરત બેઠક બિનહરિફ જીતી એક ઇતિહાસ રચ્યો છે જેનો જશ કાર્યકર્તાઓને ફાળે જાય છે. કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમા હાર થવાનો વિશ્વાસ થઇ ગયો હતો તેના કારણે તેમણે લડવાનુ પસંદ ન કર્યુ તેના કારણે આ બેઠક બિનહરીફ થઇ. આ રેકોર્ડ ગુજરાતના ફાળે સુરતના નામે સુવર્ણ અક્ષરે લખાય ગયો છે. મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને મને જળશક્તિ મંત્રાલયની જવાબદારી આપી છે આ જવાબદારી પણ તમારી છે. મોદી સાહેબના સ્વપન્નને પુર્ણ કરવા સૌ કાર્યકર્તા સાથે મળી કરીએ.


Related Posts

Load more