ગઇકાલે સંસદમા વિપક્ષ નેતા રાહુલ ગાંઘીએ અદાણી અને મોદીનું ઇન્ટરવ્યું લેતું એક ડ્રામા ગઇકાલે સંસદમા કર્યો હતો. રાહુલ ગાંઘી અવારનવાર સંસદમા મોદી-અદાણી મામલે નિવેદન કરી સંદન ચાલવા નથી દેતા તેવો આક્ષેપ ભાજપ સરકાર કરે છે અને ગઇકાલના રાહુલ ગાંઘીના વર્તન પછી ભાજપના નેતા સંબિત પાત્રાએ રાહુલ ગાંઘીને બરાબરનું સંભળાવી દીધું છે. એએનઆઇના પત્રકાર પુછેલા સવાલમાં સંબિત પાત્રાએ જણાવ્યું કે ગઇકાલની ઘટના લીડર ઓફ પાર્લામેન્ટ રાહુલ ગાંધી દ્વારા જે કરવામાં આવ્યુ છે તે યોગ્ય નથી. રાહુલ ગાંઘી એલઓપી ને ધ્યાન રાખી વર્તન કરતા નથી અને સદન ચાલવા નથી દેતા તે આપણા માટે દુર્ભાગ્ય પુર્ણ છે. સમાજવાદી પાર્ટીને સહિત ઇન્ડિયા ગંઠબંધનના નેતાઓ પણ હવે કહે છે કે રાહુલ ગાંઘીના નેતૃત્વમા અમારે ગંઠબંઘન આગળ નથી વઘારવું. વિપક્ષ દ્વારા ગઇકાલે જે રીકે નાટક કરવામાં આવ્યું તે સારુ ન કહેવાય સંદનમા ક્યારેક ટી-શર્ટ પહેરી,તો ક્યારેક માસ્ક પહેરી આવવું એ નેતા ગીરી કે લોકતંત્ર નથી તે વિપક્ષના નેતાઓએ સમજી લેવું જોઇએ.
રાહુલ ગાંઘીનું વર્તન જોઇ નવાઇ લાગે છે કે, ગઇકાલે તેમને એક મોબાઇલ ફોન સાને નાટકનું રેકોર્ડીગ કરતા હતા તે દ્રશ્ય સાફ થઇ જાય છે કે તેમને વિપક્ષના નેતા તરીકે કેવુ સંસદની અંદર અને બહાર કેવુ વર્તન કરવું જોઇએ તેનો ખ્યાલ જ નથી. સંસદમા કોઇ ફેશન શો ચાલતો નથી,અંહી કોઇ દુકાન નથી ખોલી કે તમે ગમે ત્યારે બેગ,માસ્ક અને ટી-શર્ટ પહેરીને આવી જાવ.રાહુલ ગાંઘીના આવા વર્તન ને કારણે જ હવે લોકસભામા અમે જોયું કે અંદર તેમના જ ગઠબંઘનના નેતાઓ અંદોર અંદર બાખડયા કરતા હતા.સમાજવાદી પાર્ટી રાહુલ ગાંઘીનું સન્માન કરતી નથી અને તેમના મોટા નેતા કહે છે કે અમે રાહુલ ગાંઘીને ઇન્ડિયા ગંઠબંધનના નેતા નથી માનતા અમે મલ્લીક અર્જન ખડગેને અમારા નેતા માનીએ છીએ. ટીએમસીએ પણ ખુલ્લીને કહ્યુ છે કે રાહુલ ગાંઘીને અમારા નેતા નહી માનીએ તો તેમના જ કેટલાક નેતાઓ મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંઘનના નેતા બનાવવા હાંકલ કરી છે.