ગીરગઢડાના જુના-નવા ઉગલા ગામે ગૌચરની જમીન ખુલ્લી થવા છતા પશુઓને ચરાવવા બાબતે ઘર્ષણ

By: nationgujarat
10 Sep, 2024

ઉના,તા.10
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા સ્થાનિક મામલતદાર અને તાલુકા પંચાયત અધિકારી તેમજ તલાટી મંત્રી દ્વારા સરકારી ગૌચરની જમીન દબાણો ની માપણી કરાવી ખુલ્લી કરાવવા ડીમોલેશન ની કામગીરી હાથ ધરી હતી.

આ બાબતે સ્થાનિક અધિકારી અને પંચાયત નાં સત્તાધિશો દ્વારા વ્હાલા દવલાની નિતી અપનાવી કાયદા નિયમો ની બાંધછોડ હેઠળ મોટાં માથાં અને રાજકીય લાગવગ ધરાવતાં લોકો નાં દબાણો સલામત સુરક્ષિત રાખી નાનાં મધ્યમ વર્ગના લોકો નાં દબાણો દૂર કર્યા હોવાનો આક્ષેપ સ્થાનિક રજુઆત કર્તા યુવાનો કરી રહ્યા છે.

તો બીજી તરફ સરકારી ગૌચરની જમીન દબાણો જેણે કર્યા હતા તેવાં લોકો આજે પણ આ ખુલ્લી કરેલી જમીન પર પોતાનો માલિક હક્ક જમાવી બેઠાં હોય તેમ આ ગૌચર ની જમીન પર પશુપાલકો ધરાવતાં માલધારી પોતાનાં પશુ માલઢોર લઈ ને ચરાવવા જતા હોય છે.

ત્યારે દબાણો કરનારાં માથા ભારે શખ્સો નાનાં મોટાં હથીયારો સાથે મહિલા નાં ટોળા લઈ ને આ જમીન પર પહોંચી માલધારીઓ સાથે માથાકુટ કરી હુમલા કરતાં હોવાની ધટના સ્થળે બની રહી હોવા છતાંય તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોય છે થોડાં સમય પહેલાં આવી ગંભીર ઘટના સામે આવી હતી અને તેનાં વિડિયો વાયરલ થતાં આખરે સમાધાન થતાં મામલો સંકેલાઈ ગયેલ છે જો આવી નાની બાબતો માં મોટી ધટના બનશે તેનાં જવાબદાર કોણ રહેશે?? તેવો સવાલ ગામજનો માં ઉઠવા પામ્યો છે

એક માસ પહેલા જુનાં નવાં ઊગલા ગામે તંત્ર દ્વારા સરકારી જમીન ગૌચરની અનામત જમીન અને ખરાબા ની જમીનો નાં થોડાં ઘણાં દબાણો દૂર કરાયાં હતાં હજું પણ ક્યાંક ક્યાંક વ્હાલા દવલાની નિતી અપનાવી કામગીરી શરૂ રાખી છે.

પરંતુ સંપૂર્ણ રીતે દબાણો દૂર કરીને નિયમો અનુસાર ગ્રામપંચાયત દ્વારા આ જમીન નાં કબ્જા નહીં લેતાં ગેરકાનૂની જમીન પર કબ્જા જમાવી બેઠેલા માથાભારે તત્વો આ જમીનમાં વાવેતર કરેલ હોય ત્યાં ગામ લોકો નાં માલધારી લોકો પોતાનાં માલઢોર ચરાવતાં હોય છે તેને આ દબાણો ખુલ્લી કરેલી ગૌચર ની જમીન માં ધુસવા નહીં દેતાં હોવાથી માલધારી અને દબાણ કરનારાં લોકો વચ્ચે ભારે સંઘર્ષ સર્જાય છે અને પરિણામે મામલો મારામારી સુધી પહોંચી જાય છે

ગૌચરની ખુલ્લી કરાયેલી જમીનો પર પોતાનો કબજો યથાવત રાખી ને પશુ ને ચરવા લાવતાં માલધારી ને આવી કબ્જા વાળી જમીન માં ધુસવા દેતાં નહીં હોવાનો ગૌ સેવા પ્રેમી યુવાનો માં અવાજ ઊઠવા પામેલ છે

ગૌચરની જમીન દબાણો તાત્કાલિક ખુલ્લા કરાવવાં તેનો કબજો ગ્રામપંચાયત પંચાયત એ મેળવી ફેનશીગ તાર કરી આ જમીનો માં પશુપાલકો તેમજ માલધારી ને ઢોર ચરાવવા દેવાં તેમજ ખાલી કરાવેલ કબ્જા માં દાદાગીરી કરતાં તત્વો પોતાનો હક્ક જમાવી બેઠાં છે તેની સામે કાર્યવાહી થાઈ તેવી માંગણી ઉઠવા પામી છે


Related Posts

Load more