અમદાવાદમાં ગેસનો બાટલો ફાટતા બે લોકો દાઝ્યા, એક બેભાન

By: Nation Gujarat Team
14 Dec, 2025

અમદાવાદના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી.

મકાનમાં રહેલા બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે જ્યારે એક વ્યક્તિ બેભાન થતાં સારવાર અર્થે ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે જોકે ત્રણેયને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગેસનો બાટલો ફાટ્યો ને આગ ફેલાઈ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ નારોલ વિસ્તારમાં આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. બ્રિગેડ જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે ત્યાં ગેસનો બાટલો ફાટ્યો હતો જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી.આગ ને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

આગમાં બે લોકો દાઝી ગયા મકાનમાં આગ લાગતા બે લોકો દાઝી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ બેભાન હાલતમાં હતો જેને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી અને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.

આગ કાબુમા આવી ફાયર બ્રિગેડે આગને કાબુમાં લઈ લીધી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી અને બાદમાં બાટલો ફાટતાં આગ વધુ પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.


Related Posts

Load more