Miss Universe 2025 નો તાજ મેક્સિકો ની ફાતિમા બોક્ષ ના શિરે , ભારતની મનિકા ટોપ 12માં સ્થાન મેળવવામાં નિષ્ફળ

By: Krunal Bhavsar
21 Nov, 2025

Miss Universe 2025 : મિસ યુનિવર્સ 2025 ના અંતિમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મિસ મેક્સિકો ફાતિમા બોશને (Fatima Bosch) આ વર્ષે મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેણીએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી 130 દેશોની સુંદરીઓને હરાવીને ટોપ 12 અને પછી ટોપ 5 માં સ્થાન મેળવ્યું. ફર્સ્ટ રનર અપનો તાજ મિસ થાઇલેન્ડ અને સેકન્ડ રનર અપ મિસ વેનેઝુએલા બન્યા. થર્ડ રનર અપનો ખિતાબ મિસ ફિલિપાઇન્સને મળ્યો. સ્પર્ધામાં દરેક સ્પર્ધકની સુંદરતા અને બુદ્ધિમત્તાએ નિર્ણાયકોના દિલ જીતી લીધા. પરંતુ 5 દેશોની સુંદરીઓએ ટોપ 5 માં સ્થાન મેળવ્યું.

ભારતની મણિકા ખિતાબ ચૂકી

તમને જણાવી દઈએ કે, મિસ યુનિવર્સ 2025નો ભવ્ય કાર્યક્રમ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં યોજાયો હતો. તે 21 નવેમ્બરના રોજ સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે નોથાબુરીના ઈમ્પેક્ટ ચેલેન્જર હોલમાં યોજાયો હતો. જ્યારે ભારતીય પ્રેક્ષકોએ સવારે 6:30 વાગ્યાથી આ લાઈવ શો જોયો હતો. આ સ્પર્ધામાં વિશ્વભરના 130 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. રાજસ્થાનની 21 વર્ષીય મણિકા વિશ્વકર્માએ ભારત તરફથી ભાગ લીધો હતો. ભારતને મિસ યુનિવર્સ ઈન્ડિયા મણિકા પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ તે ટોચના 12માં પહોંચવા માટે નિર્ણાયકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી.

મિસ મેક્સિકો ફાતિમા બોશ કોણ છે?

મિસ મેક્સિકો સ્પર્ધાની શરૂઆતમાં જ વિવાદોને કારણે વૈશ્વિક મીડિયામાં હેડલાઇન્સમાં ચમકી હતી. મિસ યુનિવર્સ હોસ્ટ નવાટ ઇસ્ટારાગિરિસિલે લાઇવ સેશન દરમિયાન તેણીને “મૂર્ખ” કહી હતી, જેના કારણે તેણીને લાઇવ સેશન રૂમ છોડી દેવાની ફરજ પડી હતી. મેક્સિકોના વિલાહેર્મોસાની વતની ફાતિમા બોશ ફર્નાન્ડીઝ, પ્રાણીઓ પ્રત્યેની તેમની કરુણા માટે પ્રશંસા પામે છે. નાની ઉંમરે ડિસ્લેક્સિયા, ADHD અને હાયપરએક્ટિવિટીનું નિદાન થયું હોવા છતાં, તેણીએ આ ખામીઓને પડકાર તરીકે લીધી અને તેમને શક્તિઓમાં ફેરવી દીધી. ફાતિમાએ ફેશન અને એપેરલ ડિઝાઇનનો અભ્યાસ કર્યો છે અને ટકાઉ ફેશનની હિમાયતી છે. તેણીએ કચરામાંથી કલાકૃતિઓ બનાવી છે. તેણીની સફર 2018 માં શરૂ થઈ હતી જ્યારે તેણીએ ટાબાસ્કોમાં તાજ જીત્યો હતો.

ટોચના 5 માં સ્થાન મેળવનારા સ્પર્ધકો

થાઇલેન્ડ

ફિલિપાઇન્સ

વેનેઝુએલા

મેક્સિકો

કોટ દી’વોઆર


Related Posts

Load more