આ 5 ક્રિકેટર જેમની પાસે છે સરકારી નોકરી

By: Nation Gujarat Team
06 Aug, 2026

ભારતના કેટલાય ક્રિકેટરો પાસે હાલ સરકારી નોકરી છે. ખિલાડીઓને સન્માનિક કરવા ના હેતુ તેમજ રમતને પ્રોત્સાહન આપવાના હેતું કેન્દ્ર કે રાજ્ય સરકાર તેમજ સરકારી સંસ્થાઓ નોકરી આપે છે. ખિલાડીઓને પદ સ્પોર્ટસ કોટા અતંર્ગત મળે છે તો ચાલો તમે પણ જાણી લો કે હાલ કયા 5 ખિલાડી છે જેમની પાસે સારી સરકારી નોકરી છે જેઓ ક્રિકેટમાં બ્રેક મળ્યા બાદ સરાકરી નોકરીમાં જાય છે.

ઇશાન કિશાન – ટીમ ઇન્ડિયાના યુવા વિકેટ કિપર ઇશાન કિશન પાસે પણ સરકારી નોકરી છે તેઓ બ્રેક મળતા સરકારી નોકીમાં જાય છે. ઇશાન કિશન પટનામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની બ્રાન્ચમાં Assistant Manager  છે. હાલમાં જ તેઓ બ્રેક મળતા નોકરી પર ગયા હતા અને સાથી કર્મચારીઓ સાથેના તેમના ફોટા ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઇશાનને આ નોકરી વર્ષ 2017માં મળી હતી તેની પાસે Assistant Manager લેવલ ગ્રેડ એનું પદ છે. ઇશાને ટીમ ઇન્ડિયા માટે હાલમાં ઝિમ્બાવે પ્રવાસમાં મેચ રમી હતી. ભારતીય ટીમ હાલ શ્રીલંકા પ્રવાસે છે જો કે ઇશાન કિશન આ ટિમનો હિસ્સો નથી. હવે ઇશાન દિલિપ ટ્રોફિમાં જોવા મળશે જે 23ઓગસ્ટથી શરૂ થાય છે. ઇશાન કિશન દિલિપ ટ્રોફીમાં ઇસ્ટ ઝોનની કેપ્ટનશીપ કરશે. ઇશાને ભારત માટે 2 ટેલ્ટ, 32 વન ડે અને 55 ટી-20 મેચ રમી છે.

કે.એલ રાહુલ – ભારતીય ટીમનો અનુભવી વિકેટકીપર અને બેટર કે.એલ.રાહુલ પણ આરબીઆઇમાં Assistant Manager છે. રાહુલને આ નોકરી વર્ષ 2018માં મળી હતી તેઓ બેંગ્લુરુ ની બ્રાન્ચમાં નોકરી પર છે. રાહુલે 2014માં ઇન્ટરનેશનલ મેચમાં ડેબ્યુ કર્યુ હતું. રાહુલે ટીમ ઇન્ડિયામાંથી 68 ટેસ્ટ,98 વન ડે, 72 ટી-20 મેચ રમ્યો છે. હાલ તો તે ટીમ ઇન્ડિયા માટે શ્રીલંકા પ્રવાસે છે જ્યા 2 ટેસ્ટ મેચ રમશે.

યુઝવેન્દ્ર ચહલ – લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ઘણા સમયથી ભારતીય ટીમની બહાર છે. જોકે, ચહલ સરકારી નોકરી પણ ધરાવે છે. તેમને 2018 માં આવકવેરા અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારત સરકારના કર વિભાગનો પણ ભાગ છે. 34 વર્ષીય ચહલે 72 વનડે અને 80 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમણે છેલ્લે ઓગસ્ટ 2023 માં ટીમ ઇન્ડિયા તરફખી રમ્યા હતા.

રિંકુ સિંહ – આ વર્ષની શરૂઆતમાં, ઉત્તર પ્રદેશ સરકારે રિંકુ સિંહને પ્રાદેશિક રમતગમત અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. 28 વર્ષીય બેટ્સમેનને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નિમણૂકમાં ₹3 કરોડ (આશરે $1.5 મિલિયન USD) નું વળતર પણ શામેલ હતું. તેમણે બે ODI અને 48 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

મોહમ્મદ સિરાજ – ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ તેલંગાણા પોલીસમાં ડીએસપી છે. ભારતે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેમને ગ્રુપ I પોલીસની નોકરી આપવામાં આવી હતી. 32 વર્ષીય સિરાજે 46 ટેસ્ટ, 50 વનડે અને 17 ટી20 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે શ્રીલંકા પ્રવાસ દરમિયાન એક્શનમાં રહેશે.


Related Posts

Load more