Bharthana Toll Plaza : ગુજરાતનું ભરથાણા ટોલ પ્લાઝા ન માત્ર ગુજરાતનું, પરંતુ સમગ્ર દેશમાં સૌથી વધુ કમાણી કરતું નંબર વન ટોલ પ્લાઝા છે. ત્યારે હવે ભરથાણા ટોલ પ્લાઝા પરથી પસાર થવા માટે તમને વધુ રૂપિયા ચૂકવવા પડશે. 1 એપ્રિલથી ભરથાણા ટોલ પ્લાઝા પર કાર અને જીપ સિવાયના વાહનચાલકોને વધુ ટોલ દર ચૂકવવું પડશે. કારણ કે, ટોલ દરમા વધારો ઝીંકાયો છે.
વડોદરાના જિલ્લાના કરજણ તાલુકા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ભરથાણા ટોલ પ્લાઝા આવેલો છે. ભરથાણા ટોલ પ્લાઝાની ગણતરી દેશના સૌથી વધુ કમાણી કરતા ટોલ પ્લાઝામાં થાય છે. આવામાં હવે આ ટોલપ્લાઝા 1 એપ્રિલથી વધુ કમાણી કરશે. કારણ કે, 1 એપ્રિલથી ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ દરમાં વધારો થવાનો છે. 1 એપ્રિલથી ટોલ દરમાં વધારો ઝીંકાયો છે. જોકે, આ વધારો કાર અને જીપ માટે નથી, તે સિવાયના અન્ય વાહનો માટે 1 એપ્રિલથી નવો ટોલ દર લાગુ પડશે.
આમ, 1 એપ્રિલથી કાર અને જીપ સિવાય ભરથાણા ટોલ પ્લાઝા પર મુસાફરી કરવી મોંઘી પડશે. આ ભરથાણા ટોલ પ્લાઝા વડોદરા અને ભરૂચને જોડે છે. સાથે જ તે મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત તરફ જતો મુખ્ય હાઈવે છે. તેથી અહીંથી રોજ લાખોની સંખ્યામાં વાહનો પસાર થયા હોય છે. આ તમામ વાહનો પર હવે ભાવવધારાનો માર ઝીંકાશે.
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વાહનોની અવરજવર આ હાઈવે પર થતી હોય છે. તેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમીક્ષા કરાયા બાદ ટોલના દરોમાં ફેરફાર કરવામા આવ્યો છે. જે નીચે મુજબ છે.
ટોલ પ્લાઝાના જૂના અને નવા દરો
| વાહન | જુનો ભાવ | નવો ભાવ |
| કાર,જીપ | 155 | 155 |
| મિની બસ એલસીવી | 250 | 255 |
| ટ્રક, બસ | 520 | 530 |
| થ્રી એક્સલ | 565 | 580 |
| 4 ટુ 6 એક્સેલ | 815 | 835 |
કાર અને જીપના ભાવમાં કોઈ વધારો કરાયો નથી, તેથી તેના દર યથાવત છે.
હજી ગત મહિને જ મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે (MoRTH) દ્વારા રાજ્યસભામાં આંકડા જાહેર કરવામાં આવ્યા હતા કે, ભારતમાં ગત પાંચ વર્ષમાં (2020-21 થી 2024-25) માં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવ પર કુલ ટોલ કલેક્શન લગભગ 2.27 લાખ કરોડ રૂપિયા રહ્યું. તેમાં ભરથાણા ટોલ પ્લાઝા નંબર વન કમાણી કરતો હાઈવે છે.
શા માટે ભરથાણા સૌથી વધુ કમાણી કરે છે
રેવન્યુના મામલામાં વડોદરા-ભરૂચ પર બનેલો ભરથાણા ટોલ પ્લાઝા સૌથી ટોપ પર છે. જે ગુજરાતમાં નેશનલ હાઈવે 48 પર આવેલો છે, તેનું રેવન્યુ 2019-20 થી 2023-24 સુધી 2,043.81 કરોડ રૂપિયા રહ્યુ. તેમાં માત્ર 2023-24 નું રેવન્યુ 472.65 કરોડ રૂપિયા રહ્યું છે. આ રેવન્યુ પાછળનું મૂળ કારણ તેનો હેવી ટ્રાફિક છે. અહેવાલ અનુસાર, આ ટોલથી 1 કરોડથી વધુ ગાડીઓ પસાર થતી હોય છે. તેમાં કમર્શિયલ ટ્રક અને માલવાહક ગાડીઓની સંખ્યા વધારે હોય છે. હકીકતમાં આ હાઈવે ગુજરાતના મેન્યુફેક્ચરિંગ હબને કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટથી જોડે છે. તેને કારણે ગુજરાતનો મહત્વનો ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર છે.