આપણું શરીર જણાવે છે કે આપણે કેટલા સ્વસ્થ્ય છીએ પરંતુ શું તમે તે જાણો છો કે પગના સાથળની સાઇઝ જણાવી શકે છે કે તમે કેટલુ જીવશો. જી હા સાચુ વાચ્યુ છે પરંતુ આ અમે નથી કહેતા પરંતુ ઇન્સ્ટાગ્રામમાં સૌરભ સેઠી નામના ડોકટરે વિડિયો થકી માહીત જણાવી છે. તેમને વિડિયોમાં જણાવ્યું છે કે પગના સાથળ ની સાઇઝ એ નક્કી કરવામાં મદદ કરે છે તમે કેટલુ લાંબુ જીવશો અને કેટલા સ્વસ્થ્ય છો.
ડૉ. સૌરભ સેઠીના જણાવ્યા મુજબ, તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે તમારી જાંઘોનું કદ અને શક્તિ નક્કી કરી શકે છે કે તમે કેટલું લાંબુ અને સ્વસ્થ રહેશો. 50 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ માટે આ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
12 વર્ષના સંશોધનમાંથી એક મોટો ખુલાસો –
લગભગ 3,000 પુખ્ત વયના લોકો પર 12 વર્ષથી વધુ સમય માટે એક સીમાચિહ્નરૂપ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે પાતળા અથવા નબળા જાંઘ ધરાવતા લોકોને હૃદય રોગ અને વહેલા મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે વધારે હતું.
વાત ચરબી વિશે નથી, વાત સ્નાયુઓ વિશે છે –
મોટાભાગના લોકો એવું વિચારવાની ભૂલ કરે છે કે આ બધું જાંઘની ચરબી વિશે છે. આવું નથી! હકીકતમાં, વાત જાંઘના સ્નાયુઓ વિશે છે. જાંઘ આપણા શરીરમાં સૌથી મોટો સ્નાયુ જૂથ છે. જ્યારે પગના સ્નાયુઓ મજબૂત હોય છે, ત્યારે શરીરમાં બ્લડ સુગરનું નિયંત્રણ વધુ સારું હોય છે, ઇન્સ્યુલિન પ્રતિકાર ઓછો થાય છે અને હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.
નીચે આપેલ લીંક પરથી તમે વિડિયો જોઇ શકશો.
https://www.instagram.com/reel/DbNCfCoPJGj/?utm_source=ig_web_button_share_sheet
તમારા પગને મજબૂત બનાવવા માટે તમારે મોંધા જીમની જરૂર નથી. દરરોજ લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો. વધુમાં, હાથનો ઉપયોગ કર્યા વિના વારંવાર ઉભા થવાની અને ખુરશી પરથી બેસવાની આદત બનાવો. આ નાની આદતો તમારા પગને મજબૂત બનાવી શકે છે અને તમારા જીવનને લંબાવી શકે છે.
સંશોધન શું કહે છે?
3,000 લોકો પર 12 વર્ષથી વધુ સમય માટે હાથ ધરવામાં આવેલા BMJ અભ્યાસ મુજબ, પાતળા જાંઘવાળા લોકોને હૃદય રોગ અને અકાળ મૃત્યુનું જોખમ વધુ હોવાનું જાણવા મળ્યું છે.