સોશિયલ મીડિયામાં જન સેવાના વિડિયો મુકીની પ્રચલીત થનાર નીતીન જાની ઉર્ફે ખજૂર ભાઇ આજકાલ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે. સારા કામ માટે લોકો તેમની વાહવાહી કરતા ઘણા જોયા છે પરંતુ આ વખતે તેઓ એક વિવાદમાં સંપડાયા છે. વાત એમ છે કે અન્નપુર્ણ તેલ કે જે 10 વર્ષથી વધુ સમયથી માર્કેટમા તેલ વેચી રહી છે. હવે અન્ન પુર્ણ તેલની કંપની સાથે નીતીન જાની એટલે કે ખજૂરભાઇએ કાંડ કરી દીધો હોય તેવી ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. નીતીન જાનીએ અન્નપુર્ણ કંપની પાસેથી બ્રાન્ડિગ કરવા રૂપિયા મળ્યા હતા અને અવારનવાર સોશિયલ મીડિયામા તમે સૌએ વિડિયો જોયા હશે કે તેઓ સ્થળે જઇને કહેતા કે અન્નપુર્ણાનું તેલ મારુ છે તમે બધા તેલ ખરીદ જો…આ તેલમા કોઇ ભેળસેળ નથી. અન્નુપુર્ણ સિંગતેલ ઠસા પાસેની કંપની હોવાની પ્રાથમિક માહિતી છે. ખજૂર ભાઇએ તેલનુ બ્રાન્ડીગ કરતા તેલના વેચાણમા ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
ખજૂરભાઇને તેલની ટકાવારીમાં વિવાદ થયો?
કંપનીના માલિકીઓ નીતિન જાનીને બ્રાન્ડીગ કરવા રૂપિયા આપ્યા હતા. નીતીન જાનીએ 3 મહિનામા તેલના વેચાણમા વઘારો કરાવ્યો અને તેલના વેચાણમા નફાની ટકાવારીમાં કંઇક ગોટાળો થયો હોય તેમ સુત્ર પાસેથી જાણકારી મળી છે. સોશિયલ મીડિયામાં જાણીતા થયા પછી લોકો કંપનીના બ્રાન્ડીગ કરી કંપની પર હક ન જમાવી શકે. પરંતુ સુત્ર દ્વારા મળતી જાણકારી પ્રમાણે કંપનીના માલિકો સાથે વેચાણના નફાની ટકાવારીમા વિવાદ થયો છે અને તેમણે તેમના સોશિયલ મીડિયમા મુકેલી પોસ્ટ અને વિડિયો ડિલિટ કર્યાની સુત્ર દ્વારા જાણકારી મળી રહી છે.
મળતા સમાચાર પ્રમાણે અન્નપુર્ણા કંપનીના માલિકોએ એક લાખ રૂપિયા માર્કેટીગ માટે આપ્યા હતા. વિડિયો વાયરલ કરતા વેચાણમા વઘારો થયો કંપનીના માલિકોએ તેમને ફરી નવી ઓફર કરી કે તમે વિડિયો બનાવો તમને વેચાણ પર કમિશન આપીશું અને 20 ટકા કમિશન નક્કી થયાની સુત્ર પાસેથી માહિતી મળી હતી અને પછી કંપનીએ આ રીતે 20 ટકા આપ્યા પણ ખરા અને પછી ખજૂરભાઇ 33 ટકા માગ્યા અને કંપનીએ તે પણ આપ્યા અને પછી કંપનીના ભાગીદારોએ તેમને ભાગીદારી કરવા કહ્યુ અને નીતીન જાનીએ 70 ટકા ભાગીદારી માગી હોવાની વાત સુત્ર દ્વારા મળી રહી છે.
નીતીન જાની લાવ્યા છે જી-20 ખજૂર તેલ
નીતીન જાની અન્નપુર્ણા કંપનીન બ્રાન્ડીગ કરી ડિલરો સાથે સંપર્ક કરી લીઘો હતો અને હવે સુત્ર પાસેથી મળતી માહિતી અનુસરા તેમણે જી-20 ખજૂર સીગતેલ કંપની બનાવી છે. એટલે લોકો એવી ચર્ચા કરી રહ્યુ છે કે ખજૂરભાઇએ અન્નપુર્ણ તેલની કંપની સાથે દગો કર્યો. જો કે આ મામલે કંપનીના માલિકો કે નીતીન જાનીની કોઇ પ્રતિક્રિયા આવી નથી સોશિયલ મીડિયામાં ચાલતી વાત આપ સમક્ષ રજૂ કરી છે.
આજે ગુજરાતની ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં અન્નપુર્ણા કંપની અને નીતીન જાનીની ચર્ચાઓ ચાલી રહી છે. તમારુ આ મામલે શું કહેવુ છે તે કમેન્ટ કરી જણાવશો.