પેટ્રોલનો સ્ટોક છે ખોટી અફવા પર ધ્યાન ન આપવું – હર્ષ સંઘવી, પેટ્રોલપંપ પર વાહનચાલકોની લાગી લાંબી લાઇનો

By: Nation Gujarat Team
23 Mar, 2026

મહત્વના સમાચાર – સરકારે અપીલ કરી છે કે પેટ્રોલ ડિઝલનો સ્ટોક છે ખોટી અફવા પર ધ્યાન ન આપવું. હર્ષ સંધવીએ પ્રેસ કરિને સત્તાવાર નિવેદન આપ્યુ છે ત્યારે નેશન ગુજરાત પણ અપીલ કરે છે કે મહેરબાની કરીને ખોટો સ્ટોક ભેગો કરવા ન જશો

રાજ્યના મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડ્યો છે. અનેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જે પંપો કાર્યરત છે ત્યાં માત્ર પ્રીમિયમ અથવા પાવર પેટ્રોલ જ ઉપલબ્ધ છે. મોંઘા ભાવનું પાવર પેટ્રોલ પુરાવવા માટે પણ લોકો કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, રસ્તામાં પેટ્રોલ ખૂટી જવાથી અને નજીકના પંપો બંધ હોવાથી અનેક વાહનચાલકો પોતાના વાહનોને ધક્કા મારીને પેટ્રોલ પંપ સુધી પહોંચી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં પેટ્રોલ માટે ભટકવું લોકો માટે મુસીબત બની ગયું છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ગુજરાતના જનજીવન પર જોવા મળી રહી છે. ગેસ એજન્સીઓ પર ભીડ વધ્યા બાદ હવે રાજ્યના મુખ્ય શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે કતારો જોવા મળી રહી છે. યુદ્ધને કારણે આગામી સમયમાં ઈંધણની તંગી સર્જાશે અથવા ભાવમાં તોતિંગ વધારો થશે તેવી આશંકાએ લોકોમાં ગભરાટ ફેલાયો છે.

અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘સ્ટોક નથી’ ના બોર્ડ લાગી ગયા છે. સપ્લાય ખોરવાવાને કારણે અનેક પંપો બંધ રહેતા તેની સીધી અસર ચાલુ પંપો પર જોવા મળી રહી છે. જે પંપો ખુલ્લા છે, ત્યાં વાહનચાલકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.


Related Posts

Load more