સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળનો 33 મો જીવનસાથી પસંદગી ઉત્સવ માધવ ફાર્મ વસ્ત્રાલ ખાતે ઉત્સાહપૂર્વક યોજાયો.

By: Nation Gujarat Team
02 Mar, 2026

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ અનેક વિવિધ પ્રવૃત્તિઓ યોજવા હંમેશા અગ્રેસર રહેલ છે તે પૈકીની યશ કલગી રૂપ પ્રવૃત્તિમાં યુવા મેળાનો યુવા-યુવતીઓ માટેના જીવનસાથી પસંદગી મેળાની છે.તાજેતરમાં તારીખ 1લી માર્ચ 2026 ને રવિવારના રોજ 33 મો જીવનસાથી પસંદગી ઉત્સવ, માધવ ફાર્મ વસ્ત્રાલ અમદાવાદ ખાતે દબદબા પૂર્વકર યોજાઈ ગયો. જેમાં ગુજરાત ભરમાંથી પ્રજાપતિ સમાજના 1108 જેટલા યુવક યુવતીઓએ ભાગ લઈ સ્ટેજ ઉપર આવી પોત- પોતાનો બાયોડેટા સાથે પરિચય આપી ને આ ઉત્સવને સફળ બનાવેલ છે.

 

આ શુભ પ્રસંગે સોવેનિયર વિમોચન બાદ સમારંભના અધ્યક્ષશ્રી ડૉ. મૃણાલ કે.પ્રજાપતિ તેમજ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ (ગુજરાત) શ્રી રસિકભાઈ પ્રજાપતિ તેમજ ભાજપના બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગરના પ્રમુખ શ્રી ગૌરંગભાઇ પ્રજાપતિ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.સમારંભનું ઉદ્ઘાટન શ્રી કાંતિભાઈ ડી.પ્રજાપતિ ગાંધીનગર એ કરેલું જ્યારે ભોજનદાતા તરીકે શ્રી રાહુલભાઈ ડી.પ્રજાપતિ હતા. દીપ પ્રાગટ્ય બાદ પ્રમુખ શ્રી યતીનભાઈ કે. પ્રજાપતિએ સૌનું ભાવપૂર્વક સ્વાગત કરી સમારંભ ને સફળતા પાઠવેલી. મંચસ્થ મહાનુભાવો નું સન્માન મોમેન્ટો અર્પણ કરીને કરવામાં આવેલ. જ્યારે મંડળની પ્રવૃત્તિ વિશેનો સવિસ્તાર અહેવાલ મહામંત્રી એ આપેલ. કન્વીનર શ્રી દિપકભાઈ જી. દલવાડી તથા સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ ની ટીમની સક્રિય અને સફળ કામગીરીની નોંધ લેવાયેલી. આ ઉપરાંત ટ્રસ્ટીઓ,હોદ્દેદારો, મહિલા સમિતિ વગેરેનો સાથ સહકાર મળી રહેલો. આમ આ પ્રસંગની સપૂર્ણ સફળતા મળેલ.ઉપસ્થિત 7000 જેટલાં જ્ઞાતિજનોએ સાથે બેસી ભોજન કર્યુ હતું .


Related Posts

Load more