કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ર૦૫મી જયંતી ઉજવાશે.

By: nationgujarat
04 Dec, 2024

તા. પ – ૧ર – ર૦ર૪ – માગશર સુદ ચોથ – ગુરુવારના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત તેની ર૦૫મી જયંતી સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર – મણિનગર ખાતે સવારે ૭ – ૦૦ વાગ્યાથી ઉજવાશે. આ પ્રસંગે તેનું પૂજન, અર્ચન અને પઠન કરવામાં આવશે અને અમેરીકા, લંડન, દુબઈ, કેનેડા, ઓસ્ટ્રેલીયા આદિ પાંચ દેશોમાં વચનામૃતની લિરિક્સ મોકલવામાં આવશે.

કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આ વચનામૃત ગ્રંથનું ૬૦ કલાકનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. જે અનેક દેશ વિદેશના સત્સંગીઓને મોકલી આપવામાં આવશે. વચનામૃત ગ્રંથ ઉપર લિરિક્સ બનાવામાં આવી છે, જેની અંદર વચનામૃત ગ્રંથ મોબાઈલ ઉપર વાંચી પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં મુખમાંથી આ જે વાણી વહી તેનાં કુલ ર૭૩ વચનામૃતો છે. જેનો સંગ્રહ સદ્‌.શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્‌.શ્રી મુક્તાનંદ સ્વામી, સદ્‌.શ્રી નિત્યાનંદ સ્વામી, સદ્‌.શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદ્‌.શ્રી શુકાનંદ સ્વામી એ કર્યો છે. આ વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે. તેથી આજેય અસંખ્ય માણસો તેનો લાભ લઈને કૃતાર્થ બને છે.આ વચનામૃતમ્‌ ગ્રંથ સૌને શીરાની જેમ ગળે ઉતરી જાય અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સમજાય તે માટે શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃત ઉપર “રહસ્યાર્થ પ્રદીપિકાટીકા” કરી છે. તો આપણે આ ગ્રંથનો અવશ્ય લાભ લેવો જોઈએ.


Related Posts

Load more