ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ભીષણ ગરમી પડશે

By: nationgujarat
19 Mar, 2024

Gujarat Weather Forecast : ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. 10 શહેરોનું તાપમાન 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. ગુજરાતના લોકો આકરી ગરમી માટે તૈયાર રહે. માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે.

રાજ્યમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સોમવારે ગુજરાતના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ રહ્યું છે.

ગુજરાતના શહેરોનું તાપમાન

  • ભુજ 38.7 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 38.3 ડિગ્રી
  • પોરબંદર 38 ડિગ્રી
  • મહુવા અને કેશોદ 37.8 ડિગ્રી
  • કંડલા એરપોર્ટ 37.3 ડિગ્રી
  • કંડલા પોર્ટ અને અમરેલી 37 ડિગ્રી
  • વલ્લભ વિદ્યાનગર 36.7 ડિગ્રી
  • અમદાવાદ 36.6 ડિગ્રી
  • વડોદરા 36 ડિગ્રી

માર્ચના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન જશે
દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


Related Posts

Load more