WhatsApp Feature : જો 15 મિનિટ પછી મેસેજ આપમેળે ડિલીટ થઈ જાય તો કેવું લાગે ? લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ તેના “ડિસઅપીયરીંગ મેસેજીસ” (Disappearing Message Feature) ફીચરમાં એક મોટું અપગ્રેડ લાવી રહી છે. આ અપગ્રેડથી નવો મેસેજ વાંચ્યા પછી તરત જ આપમેળે ડિલીટ થઈ જશે. તેને “આફ્ટર રીડિંગ” (WhatsApp After Reading Option) કહેવામાં આવનાર છે. એપમાં આવનારી ફીચર્સને ટ્રેક કરતી વેબસાઇટ WABetaInfo પર ના નવા રિપોર્ટમાં આ ફીચર વિશે માહિતી આપે છે.
હાલમાં, વોટ્સએપ યુઝર્સ પાસે મેસેજ વાંચ્યા પછી ગાયબ કરવા માટે ત્રણ વિકલ્પો છે. તેઓ તેમના સેટિંગ્સના આધારે 27 કલાક, 7 દિવસ અથવા 90 દિવસનો વિકલ્પ પસંદ કરી શકે છે. આનો અર્થ એ છે કે, રીસીવરને મોકલવામાં આવેલ કોઈપણ મેસેજ તે ચોક્કસ સમયમર્યાદામાં આપમેળે અદૃશ્ય થઈ જશે. આ સમયમર્યાદા મોટાભાગના લોકો માટે પૂરતી લાગે છે, પરંતુ તે OTP, વેરિફિકેશન કોડ અથવા અન્ય ગોપનીય માહિતી શેર કરવા માટે આદર્શ ન પણ હોય. રિપોર્ટ અનુસાર, વોટ્સએપ “આફ્ટર રીડિંગ” (WhatsApp After Reading Option) વિકલ્પ પર કામ કરી રહ્યું છે. આ એક ટાઈમર સેટ કરશે, જેથી રીસીવર જોયા પછી મેસેજ ગાયબ થઈ જાય, તે ખોટા હાથમાં ન જાય.
નોંધનીય છે કે, વોટ્સએપ પાસે પહેલાથી જ વ્યૂ વન્સ (WhatsApp One View) વિકલ્પ છે. આ તે જ રીતે કાર્ય કરે છે, જેનાથી યુઝર્સ એક વખત જોવા માટે મીડિયા ફાઇલ અથવા વૉઇસ નોટ શેર કરી શકે છે. જો કે, નવી સુવિધા હવે આ કાર્યક્ષમતાને સંદેશાઓ સુધી પણ વિસ્તૃત કરશે.
આગામી અપડેટ સાથે, WhatsApp ને એક નવો મેસેજ ટાઈમર વિકલ્પ પ્રાપ્ત થશે. આ વિકલ્પને “વાંચ્યા પછી” (After Reading) કહેવામાં આવશે. આ ખાતરી કરશે કે, તેમનો સંદેશ વાંચ્યા પછી અદૃશ્ય થઈ જશે. જ્યારે યુઝર્સ આ વિકલ્પ પસંદ કરે છે, ત્યારે નવા સંદેશાઓ મોકલ્યા પછી 15 મિનિટ પછી તેમની ચેટમાંથી દૂર કરવામાં આવશે. વધુમાં, સંદેશો વાંચ્યા પછી 15 મિનિટ પછી બીજાની ચેટમાંથી પણ સંદેશો કાઢી નાખવામાં આવશે. યુઝર્સ આ ટાઈમર વિકલ્પ વ્યક્તિગત રીતે અથવા બધી ચેટ માટે પસંદ કરી શકે છે.