BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ગુરુવારે (30 નવેમ્બર) દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી. ટીમોની જાહેરાતમાં ઘણા આશ્ચર્યજનક નામો સામે આવ્યા છે. ટીમમાં કેટલાક નવા ચહેરા સામે આવ્યા છે, જ્યારે વર્લ્ડકપ જે યુવા ખિલાડીઓન પર ટીમને આશા હતી તેમને સારુ પ્રરદર્શન નથી કર્યુ તેમને બહાર પણ કરી દીધા છે.
વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયેલા યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનની વનડે ટીમમાં વાપસી થઈ છે. જ્યારે શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ODI ટીમમાંથી હકાલપટ્ટી કરી છે. જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ ટેસ્ટ ટીમમાં પાછા સામેલ કર્યા છે, જ્યારે અજિંક્ય રહાણે, કેએસ ભરત તેમજ પુજારાને ને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી.
30 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. T20 ફોર્મેટની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જેઓ ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં પણ ટીમની કમાન સંભાળી રહ્યા છે. જ્યારે કેએલ રાહુલ વનડેમાં કેપ્ટનશિપ કરશે. ટેસ્ટ ટીમની બાગડોર રોહિત શર્માને સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે વનડે ટીમમાં પરત ફર્યા છે. નવા ચહેરા તરીકે રજત પાટીદાર, સાંઈ સુદર્શનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે શુભમન ગિલ-સૂર્યકુમાર યાદવ ODI ટીમમાંથી બહાર છે.
સાઉથ આફ્રિકા સામે વન ડે ટીમ – ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિ.), સંજુ સેમસન (વિ.), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ , દીપક ચહર.