T20 વર્લ્ડ કપ- સુપર-8માં ઇંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે રગદોળી નાખ્યું

By: nationgujarat
20 Jun, 2024

T20 વર્લ્ડ કપની સુપર-8ની બીજી મેચમાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝે આપેલા 181 રનના ટાર્ગેટને ઇંગ્લિશ ટીમે 17.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી ફિલ સોલ્ટ 47 બોલમાં 87* રન અને જોની બેયરસ્ટોએ 26 બોલમાં 48* રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે 97* રનની ભાગીદારી થઈ હતી. કેપ્ટન જોસ બટલરે 25 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝ અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી. ફિલ સોલ્ટને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો.

અગાઉ ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ લેતા કેરેબિયન ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટે 180 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જ્હોન્સન ચાર્લ્સે 38 રન, નિકોલસ પૂરન અને રોવમેન પોવેલે 36-36 રન અને અંતમાં શેરફેર રધરફર્ડે 28 રન બનાવ્યા હતા. તો બ્રેન્ડન કિંગ 23 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદ, મોઈન અલી, જોફ્રા આર્ચર અને લિયામ લિવિંગસ્ટને 1-1 વિકેટ લીધી હતી.

ફિલ સોલ્ટે રોમારિયો શેફર્ડની ઓવરમાં 30 રન ફટકાર્યા

16મી ઓવર નાખવા આવેલા રોમારિયો શેફર્ડને ફિલ સોલ્ટે ધોની નાખ્યો હતો. સોલ્ટે તેની ઓવરમાં કુલ 30 રન ફટકારીને બાજી પલટી દીધી હતી. સોલ્ટે શેફર્ડે પહેલા બોલે ચોગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ પછી બીજા બોલે છગ્ગો, ત્રીજા બોલે ચોગ્ગો, ચોથા અને પાંચમા બોલે છગ્ગો અને છેલ્લા બોલે ફરી ચોગ્ગો ફટકાર્યા હતા. આમ તેણે એક ઓવરમાં 30 રન ફટકાર્યા હતા.ઇંગ્લિશ ટીમની બીજી વિકેટ 10.1 ઓવરે પડી હતી. આન્દ્રે રસેલે મોઈન અલી (13 રન) જ્હોન્સન ચાર્લ્સના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.ઇંગ્લેન્ડે આઠમી ઓવરમાં પહેલી વિકેટ ગુમાવી હતી. રોસ્ટન ચેઝે કેપ્ટન જોસ બટલરને LBW આઉટ કર્યો હતો. રોસ્ટન ચેઝે લો ફૂલ ટૉસ નાખ્યો, જેને બટલર ચૂકી ગયો. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ અપીલ કરી અને અમ્પાયરે આઉટ આપ્યો. ઇંગ્લેન્ડના ઓપનર બટલર રિવ્યૂ લીધો, પણ થર્ડ અમ્પાયરે પણ આઉટ આપ્યો હતો. બટલર 22 બોલમાં 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બટલર અને સોલ્ટ વચ્ચે 67 રનની ભાગીદારી થઈ હતી.

વેસ્ટ ઈન્ડિઝે ઇંગ્લેન્ડને 181 રનનો ટાર્ગેટ આપ્યો

પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝ તરફથી જ્હોન્સન ચાર્લ્સે 38 રન, નિકોલસ પૂરન અને રોવમેન પોવેલે 36-36 રન અને અંતમાં શેરફેર રધરફર્ડે 28 રન બનાવ્યા હતા. તો બ્રેન્ડન કિંગ 23 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદ, મોઈન અલી, જોફ્રા આર્ચર અને લિયામ લિવિંગસ્ટને 1-1 વિકેટ લીધી હતી.


Related Posts

Load more