T20 વર્લ્ડ કપ ફાઈનલ જીતવા સટ્ટા બજારમાં કોણ ફેવરીટ ? જાણો શું છે બંને ટીમનો ભાવ

By: Nation Gujarat Team
07 Mar, 2026

T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થનારી આ ટક્કરને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સટ્ટા બજારમાં પણ આ મેચને લઈને મોટાપાયે હલચલ શરૂ થઈ ગઈ છે

સટ્ટા બજારમાં જીત માટે કોણ ફેવરિટ?

સટ્ટા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ ટીમ ઇન્ડિયા જીત માટે ફેવરિટ માનવામાં આવી રહી છે. ભારત પર લગાવેલા દાવનો ભાવ ન્યુઝીલેન્ડની સરખામણીએ ઓછો જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે બજારમાં ભારતની જીતની સંભાવના વધુ માનવામાં આવી રહી છે

ભારત પર 70 થી 80 પૈસાનો ભાવ

માહિતી મુજબ, સટ્ટા બજારમાં ભારત પર આશરે 70 થી 80 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે, જ્યારે ન્યુઝીલેન્ડ પર 1.20 થી 1.30 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. તેનો અર્થ એ થાય છે કે જો કોઈ વ્યક્તિ ભારત પર દાવ લગાવે તો ઓછા જોખમે ઓછો નફો મળે, જ્યારે ન્યુઝીલેન્ડ પર દાવ લગાવનારને વધુ નફાની શક્યતા છે.

કિવી ટીમ પર પણ મોટો દાવ લાગશે?

સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે સટ્ટા બજારમાં ટીમ ઇન્ડિયાની સ્થિતિ વધુ મજબૂત બની છે. બીજી તરફ ન્યુઝીલેન્ડે પણ પોતાની મેચોમાં સતત સારું પ્રદર્શન કર્યું હોવાથી કેટલાક સટ્ટાબજારના ખેલાડીઓ કિવી ટીમ પર પણ મોટો દાવ લગાવી રહ્યા છે.

બંને ટીમો જીતની દાવેદાર

ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે બંને ટીમો મજબૂત છે અને ફાઇનલમાં કોઈપણ ટીમ જીત મેળવી શકે છે. ખાસ કરીને ન્યુઝીલેન્ડની ટીમને અન્ડરડોગ માનવી મુશ્કેલ છે, કારણ કે તેઓ મોટા મુકાબલામાં ઘણી વખત ચોંકાવનારી જીત મેળવી ચૂક્યા છે.

ફાઇનલ નજીક આવતા બદલાશે ભાવ

ફાઇનલ નજીક આવતા સટ્ટા બજારમાં જીત-હારના ભાવમાં હજુ પણ ફેરફાર થવાની શક્યતા છે. મેચના દિવસ સુધી બંને ટીમોના ખેલાડીઓની ફોર્મ, પિચ રિપોર્ટ અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભાવ બદલાઈ શકે છે. તેથી ક્રિકેટ ચાહકો સાથે સટ્ટા બજાર પણ આ મહામુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.


Related Posts

Load more