આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2024 પહેલા એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય સમયઅનુસાર 2 જૂનથી આ ટૂર્નામેન્ટ શરુ થવા જઈ રહી છે. ટી20 વર્લ્ડકપ 2024ની મેજબાની વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાના હાથમાં છે, પરંતુ મુખ્ય ઈવેન્ટ પહેલા ક્રિકેટ ચાહકોનું ટેન્શન વધી ગયું છે. હાલમાં રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. એક બાદ એક મહત્વની મેચ રદ થઈ છે. ત્યારે વરસાદ મેન ઈવેન્ટમાં પણ મજા ખરાબ કરી શકે છે.
વર્લ્ડકપની વોર્મ-અપ મેચ 27 મેથી 1 જૂન સુધી અમેરિકા, ત્રિનિદાદ અને ટોબૈગોમાં રમાશે. વર્લ્ડકપ પહેલા 16 વોર્મઅપ મેચ રમાશે, પરંતુ શરુઆતની 8 મેચમાંથી 2 મેચ વરસાદના કારણે રદ થઈ ચુકી છે. 28 મેના રોજ બાંગ્લાદેશ અને યુએસએ વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી. 29 મેના રોજ અફઘાનિસ્તાન અને ઓમાનની વોર્મ-અપ મેચ પણ વરસાદના કારણે પુરી થઈ શકી ન હતી. આ મેચ ત્રિનિદાદ અને ટોબૈગોના ક્વીસ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
અફઘાનિસ્તાન અને ઓમાન વચ્ચેની મેચમાં વરસાદનું વિદ્નન આવ્યું હતુ. આ મેચમાં રાશિદ ખાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓમાનની ટીમે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા હતા. આ દરમિયાન અજમતુલ્લાઈ અને નવીદ ઉલ હકે 1-1 વિકેટ લીધી હતી, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ વરસાદના કારણે ટારગેટને ચેન્જ કરવાની તક મળી ન હતી.
આજે 5 વોર્મ-અપ મેચ રમાશે, પરંતુ આમાંથી 3 મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 12 કલાકે શરુ થશે. જેમાં વેસ્ટઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમ આમને-સામને હશે.
ભારતની વોર્મ-અપ મેચ 1 જૂનથી બાંગ્લાદેશ વિરુદ્ધ છે.વર્લ્ડ કપની વોર્મ-અપ મેચ 27 મેથી 1 જૂનના રોજ અમેરિકા, ત્રિનિદાદ અને ટોબેગોમાં રમાશે. વર્લ્ડકપ પહેલા કુલ 16 વોર્મ-અપ મેચ રમાશે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચી ચુકી છે, ખેલાડીઓ વોર્મઅપ કરતા પણ જોવા મળ્યા હતા.