Bhavnagar: સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ,

By: Nation Gujarat Team
11 Feb, 2026

ભાવનગરના સસ્પેન્ડ કરવામાં આવેલા મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાની કોશિશના ચમાચાર આવતા જ હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ નયના બારૈયાએ બોટાદના સાળંગપુર રોડ પર એક ગેસ્ટહાઉસમાં દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી. નયના બારૈયાએ પહેલા વીડિયો બનાવીને વાઈરલ કર્યો અને ત્યારબાદ દવા પી લીધી. તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા.

આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં શું આક્ષેપો
સસ્પેન્ડ કરવામાં આવેલા મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ વીડિયોમાં ભાવનગરના DYSP રીમા ઝાલા સતત માનસિક ત્રાસ આપતા હોવાનો અને ખોટા કેસ કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. નયના બારૈયાના ભાઈએ કહ્યું કે DYSP રીમા ઝાલા મારા બહેનને હેરાન પરેશાન કરતા હતા જેથી મારા બેને દવા પી લીધી. DYSP રીમા ઝાલા પર ગુનો દાખલ કરવા નયના બારૈયાના ભાઈએ માંગણી કરી છે.

હમણા જ પ્રેમીની પત્નીને ધમકીનો મામલો આવ્યો હતો સામે
નયના બારૈયા વિશે વાત કરીએ નયના બારૈયાનું રાજુભાઈ ભમ્મર સાથે લફરું હોવાનું સામે આવ્યું હતું અને તેણે રાજુભાઈની પત્નીને ધમકી પણ આપી હતી. જેના કારણે સસ્પેન્ડેડ નયના બારૈયાની મુશ્કેલીઓમાં વધારો થયો હતો અને વધુ એક ગંભીર ફરિયાદ પણ નોંધાઈ. મળતી માહિતી મુજબ નયના બારૈયાએ રાજુ ભમ્મરની પત્નીને રાજુ મારો નહીં તો તારો પણ નહીં એમ કહીને સોશિયલ મીડિયા પર ગાળો પણ ભાંડી હતી. ધમકીઓ બાદ મહિલાએ દાઠા પોલીસ મથકમાં નયના બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

શું હતું ફરિયાદમાં
રાજુ ભમ્મરના પત્ની કુંદનબેને દાઠા પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાવી તે મુજબ હાલ તેઓ સુરત બે બાળકો સાથ રહે છે. આજથી દોઢ વર્ષ પહેલા પતિ અને બે બાળકો સાથે બોરડા ગામે રહેતા હતા ત્યારે પતિ રાજુભાઈ ભમ્મરને દેવગણા ગામે રહેતી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે લફરું હોવાની જાણ થઈ હતી. તે સમયે મહિલાએ નયના બારૈયાને વોટ્સએપ મેસેજ કરીને કહ્યું હતું કે તેના ઘરવાળા સાથે તે સંબંધ રાખે છે ત ખોટું છે.

આરોપીને આશરો આપ્યો હતો
નયના બારૈયા વિશે વધુ વાત કરીએ તો થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે એટ્રોસીટી કેસમાં ફરાર આરોપી  પાર્થ દિનેશ ધાંધલ્યા જેવા વોન્ટેડ આરોપીને ભાવનગરો પોલીસમાં ફરજ  બજાવતી તે વખતની મહિલા કોન્સ્ટેબલ (પછી સસ્પેન્ડ કરાયા) નયના બારૈયાએ ઘરમાં આશરો આપ્યો હતો. પોલીસને જાણ થતા ઘરે પહોંચી તો ઘરમાંથી ઈંગ્લિશ દારૂની બોટલ, બીયરના ખાલી ટીન, વોન્ટેડ આરોપી મળી આવ્યા હતા.


Related Posts

Load more