Surya Gochar 2026: 8 જૂન 2026 ના રોજ બપોરે 1 વાગ્યેને 39 મિનિટે સૂર્ય દેવે મૃગશીર્ષ નક્ષત્રમાં ગોચર કર્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે અને સૂર્યનું તેમના નક્ષત્રમાં આવવું એ એક ખૂબ જ મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. જોકે, આ પરિવર્તન નીચેની 5 રાશિઓ માટે મુશ્કેલીઓ લાવી શકે છે..
1. વૃષભ રાશિ (Taurus)
અંગત કામકાજને કારણે વધુ દોડધામ રહેશે, જેનાથી તમે થાક અનુભવશો અને સ્વભાવમાં ચિડિયાપણું આવી શકે છે. પરિણીત જાતકોએ ખાસ સાવધ રહેવું, કારણ કે અજાણતા થયેલી ભૂલની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.
2. મિથુન રાશિ (Gemini)
વ્યવસાયમાં અત્યારે રોકાણ કરવું હિતાવહ નથી, પૈસા ડૂબવાની શક્યતા છે. સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં ઓછું લાગશે
3. સિંહ રાશિ (Leo)
પરિણીત લોકોને પ્રેમમાં દગો મળી શકે છે. સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો થોડો સમય થોભી જવું યોગ્ય રહેશે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આંખોને લગતી સમસ્યાઓ તમારા તણાવનું કારણ બની શકે છે.
4. ધનુ રાશિ (Sagittarius)
પરિવારના સભ્યો સાથેના મતભેદો ઘટવાને બદલે વધી શકે છે. આ સમયગાળામાં આર્થિક પ્રગતિની શક્યતા ઓછી છે, ઉલટું લોન લેવાની નોબત આવી શકે છે. માથાના દુખાવાની સમસ્યા પણ પરેશાન કરશે.
5. કુંભ રાશિ (Aquarius)
પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તમે માનસિક તણાવમાં રહેશો. વડીલોના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેશે. બાળકોને કાન સંબંધિત તકલીફ થઈ શકે છે. આ દરમિયાન તમારા ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થશે.