Surendranagar Accident: ચોટીલા હાઈવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, 4 મુસાફરો જીવતા ભૂંજાયા

By: Nation Gujarat Team
14 May, 2026

Surendranagar Accident: સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે (National Highway) પર આજે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. સાંગાણી ગામ પાસે ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા પાછળથી આવતી એક ખાનગી લક્ઝરી બસ (Private Travel Bus) તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે શોર્ટ સર્કિટના (Short Circuit) કારણે બસમાં અચાનક ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ કરુણ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

સુરેન્દ્રનગર (Surendranagar) ના ચોટીલા હાઈવે પર મોટો અકસ્માત

અકસ્માતની જાણ થતા જ ચોટીલાના નાયબ કલેક્ટર (Deputy Collector) એચ.ટી. મકવાણા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટર (Fire Fighter) બોલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ 10 જેટલા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 4 મુસાફરોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ (Referral Hospital) ખાતે રાખવામાં આવ્યા છે.

પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલો અને તેમના પરિવારજનોની પૂછપરછમાં અકસ્માતની ભયાનકતા સામે આવી છે. હાલ પોલીસ (Police) દ્વારા આ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ (Investigation) હાથ ધરવામાં આવી છે. હાઈવે પર આ અકસ્માતને પગલે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.


Related Posts

Load more