દક્ષિણ ગુજરાતની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પૈકી પહેલી ઇલેક્ટ્રિક ટેસ્લા કારની સુરત આરટીઓમાં નોંધણી થઈ છે. સુરતના એક સ્કૂલ સંચાલક અને મિલ માલિકે 76 લાખની ટેસ્લા કાર ખરીદી છે. આ કાર ખરીદવા માટે કાર માલિકે 6 મહિના પહેલાં ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. છ મહિનાના વેઇટિંગ માટે કાર માલિકને ટેસ્લાની ડિલિવરી મળી છે.
સુરતના વેપારીએ મુંબઈથી ટેસ્લા કારની ડિલિવરી લીધી ગુજરાતમાં ટેસ્લાનો શો રૂમ નહીં હોવાથી કાર માલિકે મુંબઇ જઈને ટેસ્લા કારની ડિલિવરી લીધી હતી. મુંબઇમાં પણ ટેસ્લા કારની ટેસ્ટ ડ્રાઈવ અને ફિચર્સ જોઇ અને જાણી શકાય છે. આ શો-રૂમ પર ટેસ્લા કારનું સ્પોર્ટ બુકિંગ કરાવી શકાતું નથી. કાર માલિકો બુકિંગ સહિતની તમામ પ્રક્રિયા ફરજિયાતપણે ઓનલાઈન જ કરવી પડે છે.
ટેસ્લાના એડવાન્સ ફિચર્સ જોઈ RTO ઇન્સ્પેક્ટર પણ અચંબિત સુરત RTOમાં રજિસ્ટ્રેશન માટે આવેલી ઇલેક્ટ્રિક ટેસ્લા (મોડલ વાય) આકર્ષણનું કેન્દ્ર બની હતી. કારનું ઇન્સ્પેક્શન કરનારા RTO ઇન્સ્પેક્ટરે પણ ટેસ્લાનું મોડલ જોઈ અચંબિત થઈ ગયા હતા. કારનું 360 ડિર્ગી એંગલથી નિરીક્ષણ કરવા સાથે તેના એડવાન્સ ફિચર્સથી વાકેફ થયા હતા.
કાર માલિકે RTOને 1.40 લાખ રૂપિયા ટેક્સ ચૂકવ્યો સુરત RTOઓના ચોપડે પહેલી નોંધણી થયેલી ટેસ્લા કાર લાલ કલરની છે. કાર ખરીદનાર માલિકે લાલ કલરની કાર ખરીદવા માટે કંપનીને 1.80 લાખ રૂપિયા એક્સ્ટ્રા ચૂકવ્યા હતા. જ્યારે વાહન માલિકે RTOને અંદાજિત 1.40 લાખ રૂપિયા ટેક્સ ચૂકવ્યો છે.
એક વર્ષ અગાઉ ડાયમંડ કંપનીના માલિકે ટેસ્લા ખરીદી હતી સુરતની એક ડાયમંડ કંપનીના માલિક પાસે ટેસ્લા કાર છે. પરંતુ તેમની પાસે મહારાષ્ટ્ર પાસિંગની ટેસ્લા કાર છે. આ કાર તેમણે એકાદ વર્ષ પહેલાં ખરીદી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેઓએ મુંબઇથી કાર ખરીદીને ત્યાં જ નોંધણી કરાવી હતી.