કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું! ‘ગુંડા’થી પરેશાન લોકો રોડ પર ઉતર્યા,પ્રજાપતિ સમાજે કડક સજા આપવાની કરી માગ

By: Nation Gujarat Team
17 Feb, 2026

સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી ફસાવનાર અને મારામારી કરીને નિર્દોષ લોકોને ડરાવનાર નામચીન ચિરાગ ગોટીનો આજે પોલીસે વરઘોડો કાઢ્યો હતો, સુરત શહેર SOG પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચી ત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થયા હતા. અને કુખ્યાત ચિરાગ ગોટી પર ટપલી દાવ કરી શર્ટ ફાડી નાખ્યો હતો. લોકોના આક્રોશના કારણે સ્થિતિ એ હદે વણસી હતી રિકન્સ્ટ્રક્શન વખતે ભારે ધક્કામુકી સર્જાઇ હતી. પોલીસે મહામહેનતે ચિરાગ ગોટીને બચાવ્યો હતો. તેની માથાભારે પ્રવૃત્તિથી અનેક લોકો સહિત આખો વિસ્તાર ત્રાસી ગયો હતો.

ફાંસી આપવાની માગ

લોકોએ ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તેમજ ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને ફાંસીની સજાની માગ કરી હતી. સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ડરનો માહોલ હોય છે પણ ત્રાસી ગયેલા લોકોનો ગુસ્સો જોઈ ચિરાગ ગોટીની શાન ઠેકાણે આવી હતી, તે બે હાથ જોડી માફી માગતો નજરે પડ્યો હતો.

પ્રજાપતિ સમાજે કડક સજા આપવાની કરી માગ

 

ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના અગ્રણીઓએ ચિરાગ ગોટીને કડકમાં કડક સજા મળે તેવી માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચિરાગ ગોટી એ પ્રજાપતિ કડિયા સમાજમાંથી આવે છે, સોશિયલ મીડિયા પર પ્રજાપતિ સમાજના એક આગેવાન દ્વારા કતારગામના ધારાસભ્યની આલોચના કરવામાં આવી હતી. જે બાદ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ આગેવાનો ભેગા થયા હતા અને ધારાસભ્યની  ‘ઝીરો ટોલરન્સ’ નીતિને સમર્થન આપી કહ્યું હતું કે, આરોપી ચિરાગ ગોટીના કોઈ પણ વ્યક્તિગત કે ગુનાહિત કૃત્યો સાથે સમાજને કોઈ લેવાદેવા નથી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિની કોઈ જ્ઞાતિ હોતી નથી. સામાજિક રાજકારણને કારણે ન્યાયની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ અને કાયદો તેનું કામ નિષ્પક્ષ રીતે કરે તે જ હિતમાં છે.’

પિતા ઘનશ્યામની પણ ધરપકડ

ચિરાગ ગોટીની અનેક કરતૂતમાં સામેલ તેના પિતા ઘનશ્યામની પણ પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં ખૂલ્યું છે કે ચિરાગ ગોટી પોતાની ધાક જમાવવા માટે નિર્દોષ લોકોને કોઈના કોઈ રીતે ફસાવી તેમણે પ્રતાડીત કરી માર મારતો હતો, જેનો વીડિયો બનાવી વાઈરલ કરતો હતો જેથી તેની સામે કોઈ અવાજ ઉઠાવે નહીં.


Related Posts

Load more