સુરત શહેરમાંથી ડુપ્લીકેટ હોસ્પિટલ બાદ ડુપ્લીકેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઇ છે. સુરતમાં દુકાનની અંદર મેડિકલ ઇન્સ્ટિટયૂટ ચાલી રહી છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી મેડીકલ કોર્સ ચલાવાઇ રહ્યા છે. એક જ દુકાનની અંદર છ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે. મેડિકલ હોસ્પિટલો બાદ સુરતમાં બોગસ રીતે ચાલતી મેડિકલ ઇન્સ્ટિટયૂટ, સુરતમાં દુકાનની અંદર વિદ્યાર્થીઓને ભણાવાય છે અને પરીક્ષા આપવા બેંગલોર મોકલાય છે.ગુજરાતમાં આવી રીતે ઇન્સ્ટિટયૂટ ચલાવવાનો કોઈ કાયદો જ નથી તેમ છતાં બોગસ ઇન્સ્ટિટયૂટ ઉભી કરવામાં આવી છે. ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથે થયેલી વાત ચીત નું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. પેરા મેડિકલ કાઉન્સિલના હેલ્પલાઇન નંબર પર પણ આ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ચલાવી ન શકાય તેવું સ્વીકાર્યું, સુરતના પુણા પાટિયા ખાતે આવેલા લા સીતાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલી રહ્યું છે.
બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, વિદ્યાર્થીઓ પાસે ફી પણ લેવાઈ રહી છે. વિદ્યાર્થીઓ બેંગ્લોર પરીક્ષા આપવા જતા હોવાનું પણ સ્વીકારતા હોવાનો વિડિયો સામે આવ્યો છે, ગુજરાતમાં G.N.M એટલે કે નર્સિંગ માટેના માન્યતા આપેલ કોર્સ ચલાવતી ઇન્સ્ટિટયૂટના લિસ્ટમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું કોઈ જ નામ નથી.