સુરતમાં ડી-માર્ટના બદામના પેકેટમાંથી જીવતા ધનેડાં નીકળ્યા:અગાઉ એક્સપાયરી ડેટવાળી ફૂડ આઇટમ વેચવાના કારણે 75 હજારનો દંડ ફટકાર્યો છતાં ના સુધર્યું, સીલ મારવાની માગ

By: Nation Gujarat Team
01 Sep, 2026

સુરતના ગોડાદરામાં ડી-માર્ટ સુપરમાર્કેટમાંથી ખરીદવામાં આવેલા પેક્ડ ડ્રાયફ્રૂટ્સના પેકેટમાંથી જીવતા ધનેડા અને જીવાત નીકળતાં ગ્રાહકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્ય વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી પંચનામું કરી સંચાલકોને નોટિસ પાઠવી. સ્થાનિક ગ્રાહકે 26 ઓગસ્ટ, 2026એ ગોડાદરા સ્થિત ડી-માર્ટમાંથી કાજુ-બદામની ખરીદી કરી હતી. ઘરે પહોંચીને બદામનું પેકેટ ખોલતાં જ તેમાંથી જીવતા ધનેડા અને અન્ય ઝીણી જીવાતો જોવા મળી હતી. આ મામલે ગ્રાહકે વિલંબ કર્યા વગર સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગને પુરાવા સાથે સત્તાવાર ફરિયાદ કરી હતી. ફૂડ વિભાગની ટીમે ડી-માર્ટના સ્ટોર મેનેજરની રૂબરૂ ઉપસ્થિતિમાં બદામના પેકેટનું વિગતવાર પંચનામું કરતાં અંદરથી જીવિત તેમજ મૃત હાલતમાં જીવાત હોવાની પુષ્ટિ થઈ હતી, જેના પગલે તંત્રએ તાત્કાલિક સ્ટોરને નોટિસ આપી 5,000નો દંડ વસૂલ્યો હતો.

ગ્રાહક ભૂમિ પંડ્યાએ જણાવ્યું હતું કે, તે વિશ્વાસ સાથે મોલમાંથી ખરીદી કરીને ઘરે ગયા હતા, પરંતુ પેકેટ ખોલતાં જ અંદર જીવાત જોઈને ચોંકી ગયા હતા. જ્યારે આ અંગે સ્ટોર મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે જવાબદાર અધિકારીઓએ માત્ર પૈસા રિફંડ કરી દેવાની વાત કરી હાથ ખંખેરી લીધા હતા. લિંબાયત ઝોનના આસિસ્ટન્ટ આરોગ્ય અધિકારી મનન પટેલે જણાવ્યું હતું કે, ગત 22 ઓગસ્ટના રોજ પાલિકાની ટીમ દ્વારા જ્યારે સ્ટોરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ત્યાંથી જીવાતવાળા નાળિયેર, એક્સપાયરી ડેટ વટી ગયેલો સામાન તેમજ ગંદકી જોવા મળી હતી. જેના પગલે તંત્ર દ્વારા સંચાલકોને ₹75,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ આજે ફરીથી બદામના પેકેટમાંથી જીવાત મળી આવતાં દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત સ્ટોર પાસે જ્વલનશીલ પદાર્થોના વેચાણ માટેનું જરૂરી લાયસન્સ પણ ન હોવાનું સામે આવતાં તે અંગે પણ નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. આગામી દિવસોમાં પાલિકા દ્વારા આ સ્ટોર પર નજર રાખવામાં આવશે.સ્વચ્છતા અને પેસેન્જર સુવિધાના નામે મોટા-મોટા દાવા કરતા પશ્ચિમ રેલવે અને સુરત રેલવે સ્ટેશનના કમર્શિયલ વિભાગની પોલ ખુલી ગઈ છે. રેલવે સ્ટેશન પર ‘મેસર્સ દિનેશ એસોસિએટ્સ’ નામના ટી સ્ટોલ પર કાચના શો-કેસમાં મુકેલા પફની ઉંદર બિન્દાસ્ત મોજ માણતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો…


Related Posts

Load more