સુરતના ગણપતિ મહોત્સવમાં અલ્પેશ કથીરિયા અને પોલીસ વચ્ચે બબાલ! વીડિયો થયો વાયરલ

By: nationgujarat
10 Sep, 2025
સુરત: શહેરના ગણપતિ મહોત્સવમાં માથાકૂટનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અલ્પેશ કથીરિયા અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેરના સુદામા કા રાજા ગણેશનાં પંડાલમાં આ મોટી માથાકૂટ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પંડાલમાં કાર્યકર્તાઓ વચ્ચે બબાલ અને બોલાચાલી થતા પોલીસે સામાન્ય ડંડાવાળી કરવાની ફરજ પડ્યાનું સામે આવી રહ્યું છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સુરતમાં સુદામા કા રાજા ગણપતિ મહોત્સવમાં પાસ અને ખોડલધામના કાર્યકર્તાઓ આમને સામને થઈ ગયા હતા. આ વીડિયો પાંચમી સપ્ટેમ્બરના રોજનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બંનેના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. જેના કારણે વાતાવરણ ઉગ્ર બનતા પોલીસે અહીં મધ્યસ્થી કરી હતી. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો. જોકે, આ વીડિયો વાયરલ થતા પોલીસ અને શહેરના પાટીદાર આગેવાનો પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાઆ વીડિયો અંગે ઝોન-5ના ડીસીપી, એલ. એ. ઝાલાના જણાવ્યા પ્રમાણે, સામાન્ય બળ પ્રયોગ કરીને આંતરિક ઘર્ષણની સ્થિતિ ટાળવામાં આવી હતી. જે બાબતનો આ વીડિયો છે. પોલીસે આ અંગેની ફરિયાદ લેવાની તજવીજ પણ કરી હતી પરંતુ તેમનું આંતરિક સમાધાન થઈ ગયું હતું. જેથી તે લોકોની ફરિયાદ આપવાની તૈયારી નથી. ફરિયાદ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ અંગેની પ્રાથમિક તપાસ થઈ રહી છે.

Related Posts

Load more