ભારતીય ક્રિકેટ ખેલાડીઓના ચાહકો આખી દુનિયામાં છે. તાજેતરના વર્ષોમાં, ભારતીય ખેલાડીઓએ દુનિયાભરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓના ચાહકો દરેક દેશમાં છે.ભારતમાં ક્રિકેટમાં સ્પર્ધા ખૂબ જ તીવ્ર છે. આ જ કારણ છે કે ભારતીય મૂળના ઘણા ખેલાડીઓ અન્ય દેશો માટે ક્રિકેટ રમતા જોવા મળે છે. ભારતીય મૂળના ક્રિકેટર નીલ પટેલને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ભારત સામેની અંડર-19 શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો અંડર-૧૯ પ્રવાસ ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ૧૬ સભ્યોની યુવા ટીમની જાહેરાત કરી છે, જેમાં નીલ પટેલ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. આ પ્રવાસ દરમિયાન બંને ટીમો મર્યાદિત ઓવર અને રેડ-બોલ ક્રિકેટ બંને રમશે.
કોણ છે નીલ પટેલ
નીલ પટેલ હાલમાં ન્યૂ સાઉથ વેલ્સ માટે ઓપનર તરીકે બેટીંગ કરે છે. જુનિયર સ્તરે રમત પ્રત્યેની તેમની સમજણ સિનિયર ખેલાડીઓનું ધ્યાન ખેંચી રહી છે. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટ ક્લબ માટે રમીને, નીલે 16 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો. તે સિડની પ્રીમિયર ક્રિકેટ ફર્સ્ટ ગ્રેડમાં એક કેલેન્ડર વર્ષમાં 1,000 થી વધુ રન બનાવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો.
તેણે તાજેતરમાં જ ફર્સ્ટ-ગ્રેડ ક્રિકેટમાં તેની પહેલી સદી ફટકારી હતી. તે લાંબા સમય સુધી ક્રીઝ પર રહેવું અને નવા બોલનો સારી રીતે બેટીંગ કરી શકે છે. તેના સારા પ્રદર્શનને કારણે, તેને એડિલેડમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અંડર-19 ટેલેન્ટ કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તે ટીમની બેટિંગ તેમજ બોલમાં મુખ્ય યોગદાન આપી રહ્યો છે.
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્ર્લિયાની અંડર -19 ટીમ
કેસી બાર્ટન, હેડન બાર્બ્યુલોવિક, એલી બ્રેઈન, વિલ બાયરમ, બ્લેક કેટલ, જેક ઝોસ્નેક, સ્પેન્સર ગ્રીન, કોનોર ગ્રેગરી, ચાર્લી હેન્ડરસન, ઝેડ હોલિક, મેથ્યુ લોફ, નીલ પટેલ, જેકબ પીટ્ઝ, પેટ્રિક સુલિવાન, થિયો સિંગોસ, થોમસ વાસિયો.