ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ના હજારો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો લાભ એસટી નિગમના તમામ પાત્ર કર્મચારીઓને મળશે. માત્ર વધારેલું મોંઘવારી ભથ્થું જ નહીં, પરંતુ વધારાની રકમના બાકી રહેલા એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસટી નિગમ પર અંદાજે રૂ. 24 કરોડથી વધુનો વધારાનો આર્થિક બોજ આવશે, પરંતુ તેના કારણે કર્મચારીઓને સીધો આર્થિક લાભ મળશે. સરકારે જણાવ્યું છે કે આ નિર્ણયના અમલીકરણ માટેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કર્મચારીઓના કલ્યાણને પ્રાથમિકતા આપતા આ નિર્ણયને એસટી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને એની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગારધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.ગુજરાત એસ.ટી. (GSRTC) કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (Dearness Allowance – DA) કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ ગણવામાં આવે છે. સામાન્ય રીતે સાતમા પગાર પંચ (7th Pay Commission) હેઠળ તેની ગણતરી એક ચોક્કસ ફોર્મ્યુલા અને સરકારી મંજૂરીના આધારે થાય છે.એસ.ટી. કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી અને પદ્ધતિ નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર આધારિત છે