દિવાળીનો તહેવાર એસટી વિભાગને ફળ્યો, સાત દિવસમાં રૂ.14 કરોડથી વધુની કમાણી કરી

By: nationgujarat
06 Nov, 2024

ST Gujarat: એસટી નિગમને દિવાળીના તહેવારો ફળ્યા છે. 29મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર એમ એક અઠવાડિયા દરમિયાન એસટી નિગમને 6.44 લાખ ટિકિટના વેચાણથી રૂપિયા 14.55 કરોડ રૂપિયાની આવક થઈ છે.

એસટી નિગમમાં સાત દિવસમાં ઈ-બુકિંગ અને મોબાઇલ બુકિંગથી 6.44 લાખ ટિકિટનું વેચાણ થયું હતું. જેમાં ચોથી નવેમ્બરના સૌથી વધુ 1.27 લાખ ટિકિટના વેચાણ સાથે રૂપિયા 2.84 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જે એક જ દિવસમાં થયેલી રેકોર્ડ આવક છે. આ ઉપરાંત ત્રીજી નવેમ્બરના ભાઈ બીજ હતી, ત્યારે નિગમે રૂપિયા 2.49 કરોડની આવક થઈ હતી.દિવાળીના તહેવારો દરમિયાન તબક્કાવાર એસટીની આવકમાં વધારો થવા લાગ્યો હતો. જેમાં 29મી ઓક્ટોબરના 77,148, 30મી ઓક્ટોબરે 74, 989, 31મી ઓક્ટોબરે 73,497 ટિકિટ વેચાણનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, નિગમ દ્વારા મુસાફરોને 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ સુવિધા આપવામાં આવી રહી છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો સાત દિવસમાં 44,262 ટિકિટના વેચાણથી રૂપિયા 96.43 લાખની આવક થઈ છે.


Related Posts

Load more